Breaking

Post Top Ad

Monday, December 17, 2018

દારુના નશામાં યુવકે ચાકુ લઈને પોતાનું જ ગુપ્તાંગ વાઢી નાખ્યું

દારૂના નશામાં શખસ ન કરવાનું કરી બેઠો

બેંગલુરુઃ કર્ણાટકના ઉત્તર બેંગલુરુમાં એક 57 વર્ષના શખસે દારૂના નશામાં પોતાનું જ ગુપ્તાંગ કાપી નાખ્યું. આ કારણે તેનું મોત થઈ ગયું. કહેવાઈ રહ્યું છે કે ઘટના સમયે તે દારૂના નશામાં હતો. મૃતકના દીકરાએ જણાવ્યું કે તેના પિતા મજૂરી કામ કરતા હતા અને દારૂ પીવાનો વ્યસની હતો.

દીકરાએ ઘરે આવીને જોયું તો હોશ ઉડી ગયા

શનિવારે સવારે શખસે ઉઠ્યા બાદ દારૂ પીધો હતો. સાંજે તેનો દીકરા કામેથી પાછો આવ્યો તો પાડોશીઓએ જણાવ્યું કે તેના પિતાની બૂમ સંભળાઈ હતી. દીકરાએ ઘરમાં જઈને જોયું તો પિતા હાલત જોઈને તેના હોશ ઉડી ગયા. શખસે પોતાનું જ ગુપ્તાંગ કાપી લીધું હતું અને તેમાંથી સતત લોહી વહી રહ્યું હતું.

રસોડામાં જ ચાકૂ વડે કાપી નાખ્યું ગુપ્તાંગ

બીજી તરફ ઘાયલ પિતાને હોસ્પિટલ લઈ જવા માટે દીકરાએ વ્યવસ્થા કરી ત્યાં સુધીમાં તેના પિતાનું મોત થઈ ગયું હતું. દીકરાએ તેના પિતાનું આમ કરવા પાછળનું કોઈ કારણ માલુમ ન હોવાનું જણાવ્યું છે. દીકરાના કામે ગયા બાદ તેના પિતાએ રસોડામાંથી ચાકૂ દ્વારા ગુપ્તાંગ કાપી લીધું હતું. તો બીજી તરફ સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેમની પાસે હાલમાં આ પ્રકારની કોઈ ઘટના આવી નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CgnivN


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2GonQE6

No comments:

Post a Comment

Post Top Ad

Pages