રણબીર-આલિયાનો રોમાન્સઃ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડનું હોટેસ્ટ કપલ છે. બ્રહ્માસ્ત્રના સેટ્સ પર તેમની વચ્ચે રોમાન્સ શરૂ થયો હતો. રણબીરે એક ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું કે બંને અત્યારે ડેટ કરી રહ્યા છે પણ કશું પણ કહેવા માટે હજુ ઘણુ વહેલુ છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
કર્યો જાહેરમાં સ્વીકારઃ

આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ સાથે કૉફી વિથ કરણના સેટ્સ પર આવી ત્યારે તેણે રણબીર સાથેની રિલેશનશીપ અંગે વાત કરી હતી. કપૂર અને ભટ્ટ પરિવારે પણ તેમના રિલેશનશીપ પર મંજૂરીની મહોર મારી દીધઈ છે.
એક કદમ આગળ વધ્યાઃ

અત્યારે બોલિવુડમાં પ્રિયંકા-નિક અને દીપવીરના લગ્ન સાથે વેડિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે શું આ લિસ્ટમાં રણબીર આલિયાનું નામ હશે? રણબીર અને આલિયા તેમની રિલેશનશીપને એક કદમ આગળ વધારી રહ્યા છે તે વાત પાક્કી છે.
ફેમિલી ચેટમાં આલિયાની એન્ટ્રીઃ

મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે આલિયા ભટ્ટને તેના ફેમિલી ચેટ ગૃપમાં એડ કરી છે. આ ગૃપમાં રણબીરના માતા-પિતા રિશી કપૂર, નીતુ કપૂર, બહેન રિદ્ધિમા અને માસી રીમા જૈન છે. મતલબ રણબીરના આ ક્લોઝ ફેમિલી ગૃપમાં હવે આલિયા ભટ્ટનો સમાવેશ થઈ ગયો છે.
મહેશ ભટ્ટને પસંદ છે રણબીરઃ

હાલમાં જ આલિયાના પિતા મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે રણબીર આલિયા માટે ઘણો સારો છોકરો છે. આ વાતના જવાબમાં આલિયાએ જણાવ્યું કે, “મને ખૂબ જ શરમ આવી રહી છે. હું મારા પિતાને ચાહુ છું અને તે જે પણ કહે તે મારા માટે ઘણું અગત્યનું હોય છે.”
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2CgJ6Ya
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QyvnVw
No comments:
Post a Comment