ઓનલાઈન ગેમમાં ચીટિંગ કરી તો થશે જેલ

મોટા-મોટા ગુના કરીને લોકોને જેલ જતાં જોયા હશે કે આ વિશે સાંભળ્યું હશે. પરંતુ એક દેશ એવો છે જ્યાં ગેમમાં ચીટિંગ કરવા બદલ જેલ થાય છે. જો જેલ ન જવું હોય તો દંડ ભરવો પડે છે. દંડની રકમ પણ નાનીસૂની નથી. દંડની રકમ 18,000 ડોલર એટલે કે લગભગ 13 લાખ રૂપિયા છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
2 વર્ષની જેલ અથવા 13 લાખ દંડ

રિપોર્ટ પ્રમાણે, સાઉથ કોરિયા એવો દેશ છે જ્યાં ગેમ ઈન્ડસ્ટ્રી પ્રમોશન એક્ટ અંતર્ગત કરવામાં આવેલા નવા સંશોધન પ્રમાણે, જો તમે અનૈતિક ઓનલાઈન ગેમિંગ અથવા તો બૂસ્ટિંગ કરો છો તો તમને 2 વર્ષની જેલ થઈ શકે છે. અથવા તો 13 લાખ રૂપિયા દંડ ભરવો પડે છે. ગેમિંગની ભાષામાં ‘બૂસ્ટિંગ’ એટલે કોઈ પ્લેયર બહુ જલ્દી લેવલ કે એક્સપીરિયંસ પ્રાપ્ત કરી લે તે. સાઉથ કોરિયામાં આ રીત ખૂબ પ્રચલિત થતાં સરકાર આના પર નજર રાખી રહી છે.
ગેમિંગમાં બૂસ્ટિંગ એટલે શું?

ગેમિંગની દુનિયામાં બૂસ્ટિંગના ઉદાહરણની વાત કરીએ તો, જ્યારે તમે મેચ દરમિયાન પોતાના મિત્રને વિરોધી ટીમ સામે રમવાનું કહીને તેને જ મારી દેવો જેથી કેટલાક રિવૉડ્સ જલ્દી મળી જાય. બીજું ઉદાહરણ લઈએ તો કોઈ ખૂબ અનુભવી પ્લેયર એક મેચ દરમિયાન ખૂબ ઓછો અનુભવ ધરાવતા પ્લેયરની મદદ કરવા માટે ‘સ્મર્ફ’ (નવું ઈન્ટરનેટ અકાઉન્ટ) અકાઉન્ટ બનાવે છે. સાઉથ કોરિયામાં બૂસ્ટિંગ બિઝનેસમાં પરિવર્તિત થયું છે એટલે જ સાઉથ કોરિયા આને ગંભીરતાથી લઈ રહ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2S3iWxC
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2ScQJV2
No comments:
Post a Comment