મજૂરો બન્યા કરોડપતિ

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં રહેતા બે મજૂરોએ વિચાર્યું પણ નહીં હોય કે રાતોરાત તેમનું નસીબ બદલાઇ જશે. તેમને એક એવી ભેટ મળી છે જેના કારણે તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
42.9 કેરેટ વજન ધરાવતો હીરો

હીરાના કારખાનામાં કામ કરતા મોતીલાલ અને રઘુવીર પ્રજાપતિને બે મહિના પહેલા પન્નાની ખીણમાં ખોદકામ કરતા એક મોટો હીરો હાથ લાગ્યો હતો. આ હીરાનું વજન 42.9 કેરેટ છે. જેની હરાજી કરતા બંનેને 2.55 કરોડ રૂપિયા મળ્યા છે.
2.55 કરોડ રૂપિયામાં વેંચાયો હીરો

ગત શુક્રવારે હીરાની નિલામી કરાઇ જેમાં બંનેને 2.55 કરોડ રૂપિયા મળ્યા છે. હીરો ખરીદવા માટે મોટા વેપારીઓ પણ ઉમટ્યા હતા, પરંતુ ઝાંસીના જ્વેલર રાહુલ જૈન અને બસપા નેતા ચરણ સિંહે ભેગા મળી બોલી લગાવી હીરો તેમના નામે કર્યો. તેમણે હરાજીમાં 6 લાખ રૂપિયા પ્રતિ કેરેટના હિસાબથી બોલી લગાવી હતી, જે સૌથી વધારે રહી.
મજૂરોનું બદલાયુ્ં નસીબ

પન્નામાં હીરાના અધિકારી સંતોષ સિંહે જણાવ્યું કે 42.9 કેરેટના હીરાના બદલામાં 2.55 કરોડ રૂપિયા મળ્યા છે. હાલ બોલીના 20 ટકા રકમ ખરીદનારે જમા કરાવી છે અને બાકીની રકમ હીરો મળ્યા બાદ એક મહિનાની અંદર ચૂકવશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VlysXD
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2F1dfxf
No comments:
Post a Comment