Grand i10નું CNG મોડલ

નવી દિલ્હી: દિગ્ગજ કાર નિર્માતા કંપની હ્યુંડાઈએ ગ્રાન્ડ i10નું CNG મોડલ ભારતમાં લોન્ચ કર્યું. આ મોડલની એક્સ શો રૂમ કિંમત 6.39 લાખ રૂપિયા છે. આ મોડલ માત્ર મેગ્ના વેરિયંટમાં મળશે. મેગ્ના વેરિયંટની તુલનામાં CNG મોડલ 67,000 રૂપિયા મોંઘું છે. કંપની ગ્રાન્ડ i10 સાથે અગાઉ પણ સીએનજીનો વિકલ્પ આપતી હતી પરંતુ આ માત્ર ફ્લીટ બાયર્સ માટે હતું. હ્યુંડાઈની સેન્ટ્રો બાદ કંપનીની આ બીજી કાર છે જે CNG મોડલમાં મળશે. આ સેગમેન્ટમાં CNG ઓપ્શન આપતું આ એકમાત્ર મોડલ છે. સ્વિફ્ટ અને ફીગો કાર માત્ર પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શનમાં મળે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
CNG મોડલની પોપ્યુલારિટી વધી

રનિંગ કોસ્ટ ઓછી હોવાને લીધે ઓછા સમયમાં જ CNG મોડલની લોકપ્રિયતામાં વધારો થયો છે. ફેક્ટરીમાં ફિટ થયેલી CNG કિટને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. હાલમાં જ ફોર્ડે પોતાની પહેલી સીએનજી કાર Aspire લોન્ચ કરી છે જે ફીગોનું સિડાન વર્ઝન છે.
એન્જિનની ખાસિયત

ગ્રાન્ડ i10 CNGમાં 1.2 લીટર સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન કારના રેગ્યુલર મોડલમાં પણ ઉપલબ્ધ છે, જે 67PS પાવર અને 98Nm ટોર્ક જનરેટ કરે છે. રેગ્યુલર મોડલની વાત કરીએ તો તેમાં 83PS પાવર અને 110Nm ટોર્ક જનરેટ થાય છે. CNG વેરિયંટમાં માત્ર મેન્યુઅલ ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે. જ્યારે રેગ્યુલર વેરિયંટમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.
મેગ્ના વેરિયંટની ખાસિયત

ગ્રાન્ડ i10ના મેગ્ના વેરિયંટમાં બ્લૂટૂથ ઓડિયો સિસ્ટમ, સ્ટિયરિંગ માઉન્ટેડ કંટ્રોલ, ફોર પાવર વિન્ડો, રિયર AC વેન્ટ્સ, રિમોટ લોકિંગ, ઈલેક્ટ્રસિટી એડજસ્ટેબલ મિરર આપવામાં આવ્યા છે. સેફ્ટી ફીચર્સમાં એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેન્સર, ડ્રાઈવર સીટ બેલ્ટ વોર્નિંગ જેવી ફીચર્સ છે. ગ્રાન્ડ i10ના ટોપ વેરિયંટમાં ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઈડ ઓટો, એપલ કાર પ્લે, ક્લાઈમેટ કંટ્રોલ, સ્ટિરિંગ માઉન્ટેન કંટ્રોલ્સ, એડજસ્ટેબલ સ્ટિયરિંગ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ વેરિયંટમાં 1.2 લીટર એન્જિન 74PS પાવર અને 190Nm ટોર્ક જનરેટ કરે છે. આમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/30dey3M
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2LvTIcn
No comments:
Post a Comment