…..તો જિયોની બંધ થઈ જશે
દેવાશિષ સરકાર, નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની જિઓની હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. કહેવાય છે કે કંપની દેવાળું ફૂંકવાની સ્થિતિએ આવી ગઈ છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ ચીનના મીડિયા અહેવાલો મુજબ, જિઓનીના ચેરમેન Liu Lironની જુગારની લત કંપની પર ભાર પડી રહી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
જુગારમાં કંપનીના ચેરમેન હાર્યા 100 અબજ રુપિયા
Liu Liron સાઈપેનના એક કેસીનોમાં જુગાર રમતા સમયે કથિત રીતે 10 અરબ યુઆન (અંદાજે 1 ખરબ રૂપિયા) હારી ગયા. જોકે, એન્ડ્રોઈડ ઓથોરિટીના અહેવાલ અનુસાર, જિયોનીના ચેરમેને માન્યું કે તે 1 અબજ યુનાન (અંદાજે 100 અબજ રૂપિયા) હારી ગયા છે. કહેવાય છે કે, જિયોની પોતાના સપ્લાયર્સને પેમેન્ટ નથી કરી શકી. અહેવાલો અનુસાર, અંદાજે 20 સપ્લાયરોને 20 નવેમ્બરના રોજ શેનજેન ઇન્ટમીડિયેટ પીપલ્સ કોર્ટમાં નાદારી માટે અરજી કરી છે.
ચીનની કોર્ટમાં દેવાળીયાપણાં માટે કરી અરજી
એપ્રિલ મહિનામાં અહેવાલ આવ્યા હતા કે, જિયોની ભારતમાં આ વર્ષે 650 કરોડ રૂપિયાનું રોકાણ કરશે કારણ કે તે ભારતની ટોપ 5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સામેલ થવા માગતી હતી. જિયોનીએ આ વર્ષે એપ્રિલમાં Gionee F205 અને Gionee S11 Liteની સાથે ભારતીય બજારમાં વાપસી કરી હતી. આ બન્ને મોબાઈલ સેલ્ફીના શોખીનોને ટાર્ગેટ કરીને બાવવામાં આવ્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2E5uTQc
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QvhtCE
No comments:
Post a Comment