સુગાતા ઘોષ
મુંબઈ:RBIની સેન્ટ્રલ બોર્ડ કમિટી (CCB)ની ભૂમિકા અને સત્તા અત્યારે મહત્ત્વનો મુદ્દો બન્યો છે. ગવર્નન્સ અંગેની ચર્ચામાં RBI અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારી ચર્ચાનું મુખ્ય પરિબળ રહેશે. CCB પાસે RBIના મુખ્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેટલી જ સત્તા છે અને તેની બેઠક દર બુધવારે મળે છે.
માત્ર એક બહારનો ડિરેક્ટર ગવર્નર અને ડેપ્યુટી ગવર્નર સાથેની બેઠકમાં હાજરી આપે તો પણ CCB મહત્ત્વના નિર્ણયોને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે. સરકારના મતે CCBનું માળખું અને પ્રભાવ વધુ પડતો છે. એટલે સરકારે તેની ભૂમિકા અને સમિતિના માળખાની સમીક્ષા માટે તરફેણ કરી છે.
RBIનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે CCBને ૧૯૪૯માં બનેલા RBI જનરલ રુલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાંથી વિવિધ સત્તા મળે છે. ઘટનાથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “સમિતિ દ્વારા RBIએ 12 ફેબ્રુઆરીના રોજ જારી કરેલા NPA અંગેના સર્ક્યુલરને મંજૂરી આપ્યા પછી સરકારનું ધ્યાન CCB તરફ ગયું હતું. 70 વર્ષ પહેલાં બનેલાં ધોરણો મુજબ આટલા મહત્ત્વના નિર્ણયને મંજૂરી આપવા CCBની બેઠકમાં RBI બોર્ડના માત્ર એક બાહ્ય ડિરેક્ટરની જ જરૂર છે. આ કામ કરવાની યોગ્ય પદ્ધતિ છે? સરકાર અત્યારે આ બાબતે વિચારી રહી છે.”
ઉલ્લેખનીય છે કે, RBIના 12 ફેબ્રુઆરીના નિર્દેશ પછી વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેનો કંપનીઓ અને ધિરાણકારો તેમજ સરકારે પણ ભારે વિરોધ કર્યો હતો. RBI જનરલ રુલ્સ પ્રમાણે CCB પાસે કેન્દ્ર સરકાર અથવા સેન્ટ્રલ બોર્ડના એક્ટમાં ચોક્કસ રીતે દર્શાવેલી બાબતો સિવાય તમામ મુદ્દામાં બેન્કના રાબેતા મુજબના બિઝનેસ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. અન્ય એક સૂત્રના જણાવ્યા અનુસાર “CCBની ભૂમિકા અને સત્તાની સમીક્ષાનો મુદ્દો RBIના વહીવટ અંગેની કોઈ પણ ચર્ચાનો મહત્ત્વનો ભાગ બનશે.
સરકાર આગામી બોર્ડ મિટિંગ (14 ડિસેમ્બર)માં તેને એક મહત્ત્વના એજન્ડા તરીકે સામેલ કરવા માંગે છે. CCBની બેઠકો મુંબઈમાં યોજાય છે અને સભ્યો વિડિયો કોન્ફરન્સ દ્વારા તેમાં હિસ્સો લઈ શકે છે. ચર્ચાના વિષયથી વાકેફ વરિષ્ઠ અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે છે.
RBI અને કેન્દ્ર સરકાર વચ્ચેના ઘર્ષણમાં સેન્ટ્રલ બોર્ડની ભૂમિકાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. સેન્ટ્રલ બોર્ડે કોઈ કંપનીના બોર્ડની જેમ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ કે નહીં એ બાબતે સઘન ચર્ચા થઈ હતી. ગવર્નન્સના માળખા અંગે પ્રસ્તાવિત ચર્ચા હેઠળ સરકારે વિવિધ સમિતિ રચવાનું સૂચન કર્યું હતું. આવી સમિતિમાં સરકારી અધિકારીઓ નહીં, પણ જે તે વિષયના નિષ્ણાતોને સામેલ કરવાની ભલામણ કરાઈ હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Sknqjb
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2DSTlTK
No comments:
Post a Comment