Breaking

Post Top Ad

Friday, November 30, 2018

ટેલિકોમ ટાવર કંપનીઓનાં માર્જિન બે વર્ષમાં 7.5% ઘટવાનો અંદાજ



66877523

કલ્યાણ પરબત

કોલકાતા: ટેલિકોમ ટાવર ઉદ્યોગના ઓપરેટિંગ માર્જિનમાં ચાલુ અને આવતા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર 7.5 ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે. અત્યારે આ માર્જિન 44 ટકા કરતાં વધારે છે, જે આ બે વર્ષમાં ઘટીને 37 ટકા થઈ જવાનો અંદાજ એનાલિસ્ટ્સે વ્યક્ત કર્યો છે. ટેલિકોમ ઉદ્યોગમાં ચાલી રહેલા ઝડપી કોન્સોલિડેશનની વચ્ચે ટાવરનાં ભાડાં ઘટી જવાથી અને ટેલિકોમ સાઇટ્સના કો-લોકેશનમાં તીવ્ર ઘટાડાને કારણે માર્જિન પર ગંભીર અસર પડશે.

“ભાડાંમાં ઘટાડો થવાની શક્યતાની સાથે સાથે તાજેતરમાં વોડાફોન અને આઇડિયા વચ્ચેના મર્જરને લીધે ટેનન્સીમાં જંગી ખોટ જવાને કારણે ટાવર સેક્ટરના ઓપરેટિંગ માર્જિન 2018-’19માં 4.5 ટકા અને 2019-’10માં વધુ 3 ટકા ‌‌ઘટે તેવો અંદાજ છે. એક વખત ભારતી એરટેલ દ્વારા ટાટા ટેલિના મોબિલિટી બિઝનેસને ખરીદવાનો સોદો પૂરો થશે એટલે ટેનન્સીમાં વધુ ઘટાડો થશે.” એમ ક્રિસિલના ટેલિકોમ્સ એક્સ્પર્ટ અને ડિરેક્ટર (રિસર્ચ) હેતલ ગાંધીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું.

ક્રિસિલને અંદાજ છે કે, કો-લોકેશન અને ઓછા ભાડુઆતને કારણે ટાવર દીઠ ભાડું વાર્ષિક ધોરણે 7થી 9 ટકા ઘટી શકે છે. જોકે, ક્રિસિલને અપેક્ષા છે કે, 4G સર્વિસિસ માટે ટાવર નેટવર્ક્સનું વિસ્તરણ તેમજ કંપનીઓ દ્વારા મુદત પહેલાં ભાડાકરાર પૂરો થવા પર લાગતી પેનલ્ટીમાં વધારો થવાથી ટાવર કંપનીઓની ભાડાંની આવકમાં ઘટાડો મર્યાદિત બનશે.

ટાવર ઇન્ડસ્ટ્રીઝમાં પીઢ ગણાતા અને વાયોમ નેટવર્ક્સના ભૂતપૂર્વ-CEO સૈયદ સફાવી કહે છે કે, “ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલા વર્તમાન આક્રમક કોન્સોલિડેશનને કારણે ભાડુઆતની સંખ્યામાં 1,50,000થી 2,00,000નો ઘટાડો થવાની શક્યતા છે. આ ધરખમ ઘટાડો વન-ટાઇમ પૂરતો છે, જેનાથી ટેલિકોમ ટાવર ઉદ્યોગના માર્જિનમાં ઓછામાં ઓછો 4-5 ટકાનો ઘટાડો તાત્કાલિક અસરથી પડશે અને ભવિષ્યમાં જો કોન્સોલિડેશન વધે તો માર્જિનમાં વધુ ઘટાડો પણ શક્ય છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2E6DYbc


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QtOf7f

No comments:

Post a Comment

Post Top Ad

Pages