Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

15 વર્ષના બે છોકરાઓએ ચોર્યું એરપ્લેન અને ઉડાવીને લઈ ગયા પછી…

બે છોકરાઓએ ચોર્યું પ્લેન


બે છોકરાઓએ એરપ્લેન ચોર્યું અને ઉડાવીને લઈ ગયા. આ કોઈ હોલિવુડ ફિલ્મનો સીન કે વાર્તા નથી પણ સાચી ઘટના છે. અમેરિકામા ઉટાહ શહેરમાં બે છોકરાઓની એરપ્લેન ચોરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે છોકરાઓએ ચોરેલું વિમાન પેસેન્જર એરપ્લેન નહીં પરંતુ નાની સાઈઝનું પ્લેન હતું.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ ચોર્યું


ઘટનાના આઠ કલાક બાદ અધિકારીઓએ જાહેર કર્યું કે, એરપ્લેન ચોરી થયું છે. CCTV ફૂટેજ તપાસતાં જાણ થઈ કે 14 અને 15 વર્ષના બે બાળકો પ્લેન ચોરીને લઈ ગયા. પોલીસ અને તપાસ કરી રહેલા અધિકારીઓના મતે, આ બંને છોકરાઓ પહેલા ટ્રેક્ટરથી એરપ્લેન સુધી પહોંચ્યા. અહીં તેમણે સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ ચોર્યું અને ઉડાવીને લઈ ગયા. પ્રત્યદર્શીઓએ કહ્યું કે, બંને છોકરાઓએ પ્લેન ચોર્યું અને એક મોટા પેસેન્જર એરપ્લેન US-40ના નીચેથી ઉડાવીને છૂ થઈ ગયા. (તસવીરો- સાભાર ફેસબુક)

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ


FOR IMMEDIATE RELEASEOn Nov. 22, 2018, two teenage boys were arrested near the Vernal Regional Airport after landing a…
Uintah County Sheriff's Office द्वारा इस दिन पोस्ट की गई गुरुवार, 22 नवंबर 2018
તપાસકર્તાઓએ કહ્યું કે, છોકરાઓએ પ્લેન ચોર્યા બાદ વર્નલ એરપોર્ટ પર પ્લેન લેન્ડ કર્યું. આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર શેક કરવામાં આવી છે. આ પોસ્ટને 400થી વઘુ વખતે શેર કરાઈ છે. મોટી સંખ્યામાં લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાકે ત્યાંની સિક્યોરિટી પર સવાલ ઉઠાવ્યા તો કેટલાકે બાળકોની બહાદુરી વખાણી. હાલ તો બંને બાળકોને પકડીને સ્પ્લિટ માઉન્ટેન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. મામલાની તપાસ ચાલુ છે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TEq5Wq

No comments:

Post a Comment

Post Top Ad

Pages