મુસ્લિમો પર શંકાનું વલણઃ

નિલંજન મુખોપાધ્યાયઃ તાજેતરમાં જ એક ચોરીની ઘટના બની ત્યારે તેના બે સાક્ષી હતા. પાડોશમાં રહેતો એક મુસ્લિમ દરજી અને એક હિન્દુ ચોકીદાર. બંનેએ જોયુ કે ચોર બાઈક પર આવ્યા અને ચોરી કરવાના નિષ્ફળ પ્રયત્ન બાદ જતા રહ્યા. પોલીસે પાડોશીના ઘરે સીસીટીવી ફૂટેજ જોયુ અને કેટલાંક લોકો પર શંકાની સોય તાકી. આ સિલસિલામાં પોલીસે દરજી અને ચોકીદારને ગુનેગારોની ઓળખ માટે બોલાવ્યા. પોલીસ જે વ્યક્તિના ઘરે હતી તે ઘરના માલિકે મુસ્લિમ દરજીને ખચકાટ સાથે ઘરમાં પ્રવેશવાની પરવાનગી આપી. તેણે પોલીસને કહ્યું, “તમે તેમને ઓળખી ન શકો. ફૂટેજ જોઈને એને આઈડિયા આવશે.” એવામાં પાડોશની મોટી ઉંમરની એક સ્ત્રીએ પૂછ્યું કે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદો મુસ્લિમ લાગે છે કે નહિ.
દેશના વિવિધ ભાગોમાં મુસ્લિમોની સ્થિતિઃ

ભારતના મોટાભાગના હિસ્સામાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. હિંદુઓના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો માટે એક મર્યાદા નક્કી કરાઈ છે જે તેમણે ક્યારેય ક્રોસ કરવાની નથી હોતી. દિવસના અંતે તે પોતાની નાનકડી વસ્તીમાં પાછા ફરે છે અને તેમના પર પોલીસની નજર રહે છે. આટલી ચાંપતી નજર હિન્દુઓની વસ્તી પર નથી રહેતી. કેટલાંક મિડલ ક્લાસના મુસ્લિમો છૂટી છવાઈ કોલોનીઝમાં રહે છે. હિન્દુઓ સાથે તેમની સામાજિક આપ-લે ખૂબ જ મર્યાદિત છે. અમુક કિસ્સામાં જ તેમના બીજી કોઈ કોમમાંથી અંગત મિત્રો હોય છે. લઘુમતી કોમ પ્રત્યેનો પૂર્વગ્રહ, ખાસ કરીને મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ દેશમાં કંઈ નવી વાત નથી. આવું સદીઓથી જોવા મળ્યું છે અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી વધી ગયું હતું. ખાસ કરીને જે લોકોને આ ભાગલાથી અસર પડી હતી તેમના મનમાં આ ભાવ સરળતાથી આવી જાય છે. પરંતુ મુસ્લિમો પર શંકા કરવાનું વલણ જે અત્યારે જોવા મળી રહ્યું છે તે અગાઉ જોવા નહતુ મળતુ.
ભાજપ જવાબદાર?

આ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે ભાજપને જવાબદાર ઠેરવી દેવી આસાન હશે. આ એક અટપટી ઘટનાને સાવ સરળ રીતે દર્શાવી દેવાની વાત છે. હા, 1980થી રામ જન્મભૂમિના વિવાદમાં ભાજપે જે ધ્રુવીકરણ કર્યું તે માટે પાર્ટીને દોષ દેવાય તે સામાન્ય છે. પરંતુ આ માટે માત્ર અને માત્ર ભાજપને જવાબદાર ગણવી આપણી શાહમૃગ વૃત્તિ હશે. આ પાછળ બીજા પણ કેટલાંય પરિબળો કામ કરે છે.
બહુમતિના ખભે છે જવાબદારીઃ

છેલ્લા થોડા વર્ષથી ભારતના સામાજિક-રાજકીય પરિસ્થિતિમાં ઘણા પરિવર્તન આવ્યા છે. સ્વતંત્રતા પછી ભારતનો એક નિશ્ચય હતો કે આ બિનસાંપ્રદાયિક દેશમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને સુરક્ષા મહેસૂસ થવી જોઈએ. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં તેમાં ઓટ આવી છે. એ જવાબદારી દેશની બહુમતિની છે કે તે મુસ્લિમોને અહેસાસ કરાવે કે તેમના વડવાઓએ દેશ ન છોડવાનો નિર્ણય લીધો તે સારો અને સાચો હતો.
બીજી પાર્ટીએ પણ હિન્દુત્વ સ્વીકાર્યુંઃ

અત્યારે જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે તેની નોંધ ભવિષ્યના ઈતિહાસવિદો જરૂર લેશે. આ પરિવર્તન ભાજપ હિંદુત્વનો જે પ્રચાર કરી રહ્યું છે તેને કારણે આવ્યું છે. ભાજપના હિન્દુત્વના ફ્રેમવર્કને પોતાની જાતને સેક્યુલર ગણાવતી બીજી પાર્ટીઓએ પણ સ્વીકારી લીધું છે. ભાજપના જે હરીફો તેમના આ ફ્રેમવર્કનો વિરોધ કરતા હતા તે પોતે પોતાની જાતને હિન્દુત્વના પ્રતિનિધિ ગણાવી રહ્યા છે.તમે અયોધ્યાનું જ ઉદાહરણ લઈ લો. એક સમયે રામજન્મભૂમિ અયોધ્યામાં મંદિરનો વિરોધ કરનારી કોંગ્રેસે જ વનવાસ વખતે રામ જે પથ પર ચાલીને ગયા હતા ત્યાં રામ પથ ગમન બનાવવાને સમર્થન આપ્યું છે. 2017 સપ્ટેમ્બર પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિયમિત મંદિરોની મુલાકાત લીધી છે. કોંગ્રેસ લઘુમતિઓને જ ટેકો આપે છે તેવી છબિ દૂર કરવાની રાહુલ ગાંધી કોશિશ કરી રહ્યા છે. હવે બહુમતિઓનો સાથ આપવાને જ રાજકીય પક્ષો પ્રેક્ટિકલ ગણી રહ્યા છે.
ભાજપ હારશે તો પણ…

સ્વતંત્રતા બાદ ભારતમાં રાજકારણ સમાજવાદ અને નહેરુના આર્થિક વિકાસના મોડેલ આસપાસ રમતુ હતુ. ભાજપે પણ બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે. મોટાભાગના નેતાઓ પોતાને હિન્દુ ચીતરવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં ટોપી પહેરવાની મનાઈ કરી પછી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું- “ભારતમાં અમુક સમયે ટોપી પહેરવી પડે છે તો અમુક સમયે તિલક કરવું પડે છે.” પરંતુ આજે ટોપી પહેરવી ફરજિયાત નહિ, વૈકલ્પિક બની ગઈ છે. જો ભાજપ રાજ્યની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં પણ હારી જાય તો પણ દેશમાં લઘુમતીઓ માટે પરિસ્થિતિ પહેલા જેવી થાય તેવી શક્યતા પાંખી છે. હજુ આવનારા થોડા સમય માટે તો આ પરિસ્થિતિ બદલાય તેવુ લાગતુ નથી.
(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના પોતાના છે. તે અમારી વેબસાઈટના વિચારોનું પ્રતિબિંબ નથી.)
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TFTkbg
No comments:
Post a Comment