Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

પાપારાઝીઓથી બચવા પ્રિયંકાએ કાઢ્યો રસ્તોઃ લગ્ન સ્થળે હેલિકોપ્ટરમાં બેસી એન્ટ્રી મારશે

PC-નિકની ચર્ચાઃ


દીપવીરના લગ્નનો જુવાળ ઓસર્યો નથી ત્યાં ઈન્ટરનેટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચા મુજબ તેમના લગ્ન 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી યોજાવાના છે. બંને અત્યારે દિલ્હીમાં છે. પ્રિયંકાની માતા મધુ ચોપરા ઉમેદ ભવનમાં લગ્નની તૈયારી કરતી જોવા મળી હતી. થોડા દિવસ પહેલા પરિણીતીએ કહ્યું હતું કે સંગીતમાં પીસીના ગીતો પર પરફોર્મ કરવા આતુર છે. પ્રિયંકા કે નિક બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે જાહેરાત કરી નથી. તેનો અર્થ એ કે બંને ઈચ્છે છે કે લગ્નમાં માત્ર તેમના અંગત લોકો જ હાજરી આપે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

પ્રાઈવેટ ચોપર હાયર કર્યુંઃ


અમારા સહયોગી અખબાર બોમ્બે ટાઈમ્સને માલૂમ પડ્યું છે કે પાપારાઝીઓથી બચવા માટે એક પ્રાઈવેટ ચોપર હાયર કરી લીધુ છે જેથી જોધપુર પહોંચતા સુધીમાં કોઈ તેના કોઈ ફોટોઝ ન પાડી લે. મેવાડ હેલિકોપ્ટર સર્વિસના એક સભ્યએ જણાવ્યું કે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી 1 હેલિકોપ્ટર બુક કરાવવામાં આવ્યું છે. 3 ડિસેમ્બરે પીસી હેલિકોપ્ટરમાં જ જોધપુરથી ઉદયપુર આવશે.

મહેમાનોને હેલિકોપ્ટર લેવા આવશેઃ


એવી શક્યતા દર્શાવાઈ રહી છે કે હેલિકોપ્ટરમાં તેની સાથે સાથે નિક પણ હશે. બીજા મહેમાનોને જોધપુર એરપોર્ટથી ઉમેદભવન પેલેસ લઈ જવા માટે આ હેલિકોપ્ટર થોડા ધક્કા પણ ખાશએ. ચર્ચા મુજબ હેલિકોપ્ટર આવી પાંચથી છ રાઈડ કરીને બધા મહેમાનોને ઉમેદભવન લઈ આવશે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AlKqa7

No comments:

Post a Comment

Post Top Ad

Pages