Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

કર્ણાટકઃ નહેરમાં બસ ખાબકતા 25 લોકોનાં મોત, બચાવકાર્ય શરૂ

મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા


નવી દિલ્હીઃ કર્ણાટક રાજ્યના માંડ્યા પાસે શનિવારે જીવલેણ બસ અકસ્માત થયો હતો. આ બસમાં મોટા ભાગે શાળાના બાળકો હતા. બસ સ્કૂલેથી પરત ફરી રહી હતી ત્યારે વીસી નહેરમાં બસ પડી જતાં 25 લોકોનાં મૃત્યું થયા છે. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બચાવ ટુકડીઓ રવાના કરી દેવામાં આવી હતી. હાલમાં મૃતકોની સંખ્યામાં વઘારો થાય એવી સંભાવના છે. ખાનગી માલિકીની બસ નહેર પર આવેલા રસ્તા પર કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કરી આપી સાંત્વના


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માંડ્યા જિલ્લામાં થયેલી આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી ટ્વિવટ કરતા જણાવ્યું હતું કે, કર્ણાટકના માંડ્યા જિલ્લામાં થયેલી ઘટના અંગે જાણીને ખૂબ દુઃખ થયું. આ ઘટનામાં કુલ 20 લોકોનાં મૃત્યુંની આશંકા છે અને બીજા પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. હું મૃતકોના પરિવારજનોને પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી ઈચ્છા વ્યક્ત કરું છું.

મુખ્યમંત્રીએ આપ્યા નિરિક્ષણના આદેશ


કર્ણાટક મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સીએમ કુમારાસ્વામીએ જિલ્લાના પ્રભારીમંત્રી સી એસ પુત્તરાજુ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીએ આ અંગે બેઠક કરી હતી. જેમાં તાત્કાલિક નિર્ણય લઈને બચાવકાર્યનું સતત નિરિક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે દુર્ઘના પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ઘટનામાં 25 લોકોનાં મોત થયા છે, મને એવું લાગે છે કે, ડ્રાઈવરની બેદરકારી છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય એવી શક્યતા છે.

આ યુવાન ચાલતી બસમાં કુદી ગયો


મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર એક યુવક ઘટના બનતા જ ચાલતી બસમાંથી કુદી ગયો હતો. જે બચી ગયો છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે પોલીસ, સ્થાનિકો લોકો અને એમ્બ્યુલંસ પહોંચી ગઈ હતી. ગત શુક્રવારે આ જ પ્રકારનો અકસ્માત મધ્ય પ્રદેશમાં થયો હતો. મઘ્ય પ્રદેશના સતના જિલ્લામાં સ્કૂલવાન અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં ચાર બાળકો સહિત સાત લોકોનું મૃત્યું થયું છે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TIqrvl

No comments:

Post a Comment

Post Top Ad

Pages