Breaking

Post Top Ad

Saturday, November 24, 2018

હવે ભાંગમાંથી બનેલી દવાથી થશે કેન્સરની સારવાર, AIIMSમાં થશે રિસર્ચ

ભાંગથી થશે કેન્સરની સારવાર!

કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર હવે ભાંગથી થઈ શકે કે નહિ તે અંગે રિસર્ચ ચાલી રહ્યું છે. ઉંદરો પર કરાયેલા સ્ટડીમાં સામે આવ્યું કે ભાંગનો ઉપયોગ કરીને કેન્સરની બીમારીનો નાશ કરી શકાય છે. હવે AIIMSના ડોક્ટર્સ કેન્સરના દર્દી પર પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે. એમ્સમાં કીમોથેરપી કરાવી રહેલા કેન્સરના દર્દીઓ પર ભાંગના પાનમાંથી બનાવેલી દવાઓનો ઉપયોગ કરાશે જેથી તે કેટલું અસરકારક છે તે જાણી શકાય.

અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

AIIMSમાં થશે રિસર્ચ

એમ્સના સર્જરી વિભાગના ડૉ. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, આ સ્ટડી માટે આયુષ મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. સામાન્ય રીતે ભાંગનો ઉપયોગ લોકો નશો કરવા માટે કરે છે. પરંતુ ભાંગના કેટલાક છોડ એવા હોય છે જેમાં ઔષધિય ગુણો રહેલા છે. ભાંગના આ ઔષધીય ગુણોયુક્ત છોડના સારવારમાં ઉપયોગ અંગે શુક્રવારે દિલ્હીમાં આયોજિત એક કોન્ફરંસમાં ડૉ. અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, મંત્રાલયને ભાંગમાંથી બનેલી દવાઓ ઉપલબ્ધ કરાવવાની છે જેથી કેન્સરના દર્દીઓ માટે ઉપયોગ થઈ શકે. આ રિસર્ચમાં કેન્સરમાં લગભગ 450 દર્દીઓને સામેલ કરાશે, જેઓ કીમોથેરપી કરાવે છે.

ભાંગના ઔષધીય ગુણો

ડૉ. અનુરાગે કહ્યું કે, કેન્સરગ્રસ્ત દર્દીઓને કીમોથેરપી દરમિયાન કેપ્સુલ સ્વરૂપે ભાંગના પાનામાંથી બનેલી દવાઓ આપવામાં આવશે. આ દરમિયાન રિસર્ચ કરાશે કે ભાંગમાં રહેલા પ્રાકૃતિક પદાર્થ કૈનાબાઈડિયોલ (સીબીડી)થી કીમોથેરપીમાં વપરાતા જેમસિટાબાઈન પર કેવી અસર થાય છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે, મેડિકલ ગુણયુક્ત ભાંગમાં રહેલા કૈનાબાઈડિયોલ (સીબીડી) કીમોથેરપીની સાઈડઈફેક્ટને ઘટાડે છે. જેમાં દર્દીઓને ભૂખ વધુ લાગવી, ચીડાયાપણું ઓછું થવું, ઉલ્ટી જેવી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. ભાંગમાંથી બનેલી દવા દર્દીઓનો મૂડ પણ સારો રાખશે.

ભાંગથી ખેંચ-વાઈમાં રાહત મળી શકે

કોન્ફરંસ દરમિયાન એમ્સના ન્યૂરોલોજી વિભાગના ડૉ. મંજરી ત્રિપાઠીએ કહ્યું કે, મેડિકેટેડ ભાંગનો ઉપયોગ ખેંચ કે વાઈની દવા બનાવવામાં થઈ શકે છે. નાના બાળકોને આવતી ખેંચથી છૂટકારો મળી શકે છે. આ બાબતે પહેલા પણ ઘણા સ્ટડી થઈ ચૂક્યા છે અને સાબિત થયું છે કે ભાંગમાં રહેલા ઔષધીય ગુણોથી ખેંચના એપિસોડ ઓછા કરી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Qg9Q2R


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2r4EVIK

No comments:

Post a Comment

Post Top Ad

Pages