દીપવીર શરૂ કરશે કામઃ

ઈટલીમાં ધામધૂમથી લગ્ન, બેંગલુરુમાં ગ્રાન્ડ રિસેપ્શન… એવુ લાગે છે કે લગ્ન માટે સારો એવો બ્રેક લીધા પછી રણવીર-દીપિકા કામ પર પાછા ફરવા તલપાપડ છે. દીપિકા ટૂંક જ સમયમાં મેઘના ગુલઝારની એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મીના જીવન આધારિત ફિલ્મનું શૂટિંગ કરશે તો રણવીર સિંહે તો ગઈકાલથી જ કામ શરૂ કરી દીધુ છે.
સિમ્બા માટે ડબિંગ કર્યુંઃ
| Ranveer Singh spotted at YRF Studios dubbing for Simmba , Today
pic.twitter.com/FZfFeWdovq
— RanveerSingh TBT
(@RanveerSinghtbt) November 23, 2018
રણવીર સિંહ ગઈકાલે યશરાજ સ્ટુડિયો બહાર દેખાયો હતો. અહીં તેણે આગામી ફિલ્મ સિમ્બા માટે શૂટ કર્યું હતું. રણવીર અને રોહિત શેટ્ટી સતત તેમના ચાહકોને સિમ્બા વિષે અપડેટ આપતા રહે છે અને ફિલ્મ મેકિંગના ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતા રહે છે.
28 ડિસેમ્બરે રીલીઝ થશેઃ

સિમ્બા 28 ડિસેમ્બરે રીલીઝ થઈ રહી છે. આ પહેલા શાહરૂખની ફિલ્મ ઝીરો રીલીઝ થઈ રહી છે. આથી બોલિવુડના ચાહકો આતુરતાથી ડિસેમ્બર મહિનાની રાહ જોઈ રહ્યા છે.
તેલુગુ ફિલ્મની રિમેકઃ

જણાવી દઈએ કે સિમ્બા જુનિયર એનટીઆરની તેલુગુ ફિલ્મ ટેમ્પરની રિમેક છે. આ ફિલ્મમાં ઘણો મસાલો, એન્ટરટેઈનમેન્ટ, ગીતો અને લાર્જર ધેન લાઈફ એક્શન સિક્વન્સ હશે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોવાથી તમને ઘણી બધી કાર હવામાં ઉડતી જોવા મળશે. રણવીર આ ફિલ્મમાં ભ્રષ્ટાચારી પોલીસ ઑફિસરના રોલમાં છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2r1ucib
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2FF6DpH
| Ranveer Singh spotted at YRF Studios dubbing for Simmba , Today
(@RanveerSinghtbt)
No comments:
Post a Comment