Breaking

Post Top Ad

Saturday, November 24, 2018

લગ્ન પછી અબજોની સંપત્તિની માલકણ બનશે પ્રિયંકા ચોપરા, દીપિકાને ક્યાંય પાછળ પાડી દીધી

કપલની કુલ સંપત્તિ કેટલી?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ઈટાલી વેડિંગ બાદ હવે બધાની નજર દેસી ગર્લ પ્રિયંકા ચોપરાના લગ્ન પર છે. સૂત્રોની માનીએ તો પ્રિયંકા-નિક 2 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ વચ્ચે ચર્ચા એ વાતની પણ છે કે લગ્ન પછી આ કપલની નેટવર્થ એટલે કે કુલ સંપત્તિ કેટલી થઈ જશે?

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

હોલિવુડમાં પણ સિક્કો જમાવ્યોઃ

પહેલા વાત કરીએ પ્રિયંકા ચોપરાની. પીસી બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ પોતાનો સિક્કો જમાવી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત સિંગિંગથી થઈ હતી. તેણે 2012માં પોતાનું પ્રથમ ગીત In My City લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ 2013માં તેણે Exotic અને 2014માં I can’t make you love me ગાયુ હતુ.

આ ફિલ્મોમાં દેખાશેઃ

આ ત્રણ ગીતોએ પ્રિયંકાને મનોરંજન જગતમાં ફેમસ બનાવી દીધા હતા. આ પછી 2015 અને 2018માં પ્રિયંકા ક્વોન્ટિકોમાં દેખાઈ હતી. પોતાની હોલિવુડ કરિયર દરમિયાન પીસી સતત ખબરોમાં છવાયેલી રહે છે. તે ડ્વેન જ્હોન્સન સાથે બેવૉચમાં પણ જોવા મળી છે. આ પછી તે અ કિડ લાઈક જેકમાં જોવા મળી હતી. હવે તે ઈઝન્ટ ઈટ રોમેન્ટિકમાં જોવા મળવાની છે.

આ છે પ્રિયંકાની નેટ વર્થઃ

પ્રિયંકા બોલિવુડમાં એક્ટિંગની સાથે સાથે ફિલ્મ પ્રોડક્શન પણ કરી રહી છે. 2017માં ફોર્બ્સની મોસ્ટ પાવરફૂલ વુમનની યાદીમાં પીસી આખા વિશ્વમાં 97મા સ્થાને હતી. આ રિપોર્ટ અનુસાર પ્રિયંકાની વાર્ષિક આવક 10 મિલિયન ડોલર એટલે કે 64 કરોડ જેટલી છે. આ આવક 1 જૂન 2016થી 1 જૂન 2017 વચ્ચે હતી. પ્રિયંકાની નેટ વર્થ 28 મિલિયન ડોલર એટલે કે 200 કરોડ જેટલી છે.

નિક જોનસની સંપત્તિ કેટલી?

હવે વાત કરીએ દુલ્હા નિક જોનસની. નિક જોનસ સિંગર અને એક્ટર છે. મ્યુઝિક વીડિયોઝ ઉપરાંત તે અમેરિકન ટીવી અને હોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. 2017માં રીલીઝ થયેલી જુમાનજી-વેલકમ ટુ ધ જંગલમાં નિક લીડ રોલમાં હતો. એક રિપોર્ટ અનુસાર નિકની નેટ વર્થ 25 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 171 કરોડ છે. બંનેની મળીને નેટ વર્થ 53 મિલિયન ડોલર થઈ જશે. આ રિપોર્ટ અનુસાર પ્રિયંકા તેના થનાર પતિ કરતા વધારે માલદાર છે. બંનેની સંયુક્ત સંપત્તિ 300 કરોડથી વધારે થઈ જશે.

આ રીતે થઈ હતી મુલાકાતઃ

પ્રિયંકા નિકની પ્રથમ મુલાકાત 2017માં મેટ ગાલા ઈવેન્ટ દરમિયાન થઈ હતી. બંનેએ રાલ્ફ લોરેન માટે રેમ્પ વૉક કર્યું હતું. અમેરિકામાં આ ઈવેન્ટને ફેશન જગતનો ઓસ્કાર માનવામાં આવે છે. બંને વચ્ચે સંબંધોની સત્તાવાર જાહેરાત આ વર્ષે મે મહિનામાં થઈ હતી. ઓગસ્ટમાં પ્રિયંકા, નિકે મુંબઈમાં સગાઈ અને રોકા કર્યા હતા. આ રસમમાં નિકના માતા-પિતા પણ શામેલ થયા હતા.

દીપવીર કરતા બમણી સંપત્તિઃ

ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે દીપિકા અને રણવીર 2017ના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સ હતા. દીપિકાની નેટ વર્થ 21 મિલિયન ડોલર અને રણવીરની 10 મિલિયન ડોલર છે. કુલ મળીને તેમની નેટ વર્થ 21 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 155 કરોડ જેટલી થાય છે. પ્રિયંકાના પતિ નિકની જ નેટવર્થ દીપવીરની મળીને નેટ વર્થ કરતા વધારે છે. પ્રિયંકા નિકની નેટ વર્થ 53 મિલિયન ડોલર છે જે દીપવીરની નેટવર્થ કરતા અનેક ગણી વધારે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2FHa671


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2r3hLTe

No comments:

Post a Comment

Post Top Ad

Pages