Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

ભાજપના દિલિપ સંઘાણીએ ભાંગરો વાટ્યો, અમૂલના ડૉ. કુરિયન વિશે આવું કહ્યું!

ભાજપના નેતા દિલીપ સંઘાણીનું વિવાદાસ્પદ નિવેદન


અમરેલીઃ આગામી 26 નવેમ્બરે ડૉ. કુરિયનની જન્મ જયંતિ પર નેશનલ મિલ્ડ ડેને લઈને મિલ્ક ફેડરેશન દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છથી રવાના થયેલી આ રેલી જુનાગઢથી નીકલીને અમરેલીની અમર ડેરી ખાતે આ પહોંચી હતી. જ્યાં બાઈક રેલીને સંબોધતા સમયે પૂર્વ રાજ્યમંત્રી અને બીજેપીના નેતા દિલીપ સંઘાણીએ ડૉ. કુરિયન વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

ડૉ. કુરિયન પર ધર્મપરિવર્તન માટે ફંડ આપવાનો આરોપ


અમરેલીની અમર ડેરી ખાતે બાઈક રેલીના સંબોધન કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ડૉ. કુરિયન પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો મહેનત કરીને જે પૈસા જમા કરાવતા હતા, ડૉ. કુરિયન અમૂલના નફામાંથી તે ફંડ ધર્મ પરિવર્તન માટે ખ્રિસ્તી મિશનરીઓને આપતા હતા.

અમૂલના સ્થાપક હવે ભૂલાઈ ગયા


તેમણે વધુમાં કહ્યું કે, ડૉ. કુરિયનને આ કામના કારણે સમગ્ર દેશમાં સપોર્ટ મળી રહ્યો હતો. અંગ્રેજી મીડિયાએ તેમને હિરો બનાવી દીધા હતા. તેઓ આગળ કહે છે કે અમૂલના સ્થાપક સરદાર પટેલ અને ત્રિભોવન પટેલ હવે સંપૂર્ણ ભૂલાઈ ગયા છે. ડૉ. કુરિયનના 97મા જન્મ દિવસની ઉજવણીના બે દિવસ પહેલા જ ભાજપના નેતા દ્વારા આવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે.

ડો. કુરિયનના જન્મદિવસ નિમિત્તે બાઈક રેલીનું આયોજન


ઉલ્લેખનીય છે કે ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના 97માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે ઉજવાશે. ત્યારે ભુજ ખાતેથી આણંદ સુધી 1450 કિલોમીટરની બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જે કચ્છથી રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર થઈને સોમવારે આણંદમાં અમૂલ ડેરી ખાતે પહોંચશે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AnJRfR

No comments:

Post a Comment

Post Top Ad

Pages