Breaking

Post Top Ad

Saturday, November 24, 2018

સુરતઃ હોસ્પિટલના વોર્ડબોયના ઘરે દીકરી જન્મી, ‘લક્ષ્મીજી’નું કર્યું આવું ભવ્ય સ્વાગત

ખુશીનો પાર ન રહ્યોઃ

ગૌરાંગ જોષી, હિમાંશુ ભટ્ટ, સુરતઃ રાકેશ ઉર્ફ ગિરીશ પટેલની પત્નીએ 45 દિવસ પહેલા જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે પટેલની ખુશીનો કોઈ પાર નહતો. તેમણે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચીને પોતાની ખુશી જાહેર કરી હતી. પરંતુ આ સેલિબ્રેશન અહીં જ નહતુ અટક્યું, પટેલે આગળ જે કર્યું તે જાણીને તમે પણ દંગ રહી જશો.

અમારા ન્યુઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

ધામધૂમથી કર્યો ગૃહપ્રવેશઃ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)માં વોર્ડ બૉયની નોકરી કરતા રાકેશે દીકરી માટે ધામધૂમથી ગૃહ પ્રવેશનું આયોજન કર્યું હતું. રાકેશે જે રીતે દીકરી હિયાને ઘરે વધાવી તે જોઈને બધા ચકિત રહી ગયા હતા. સુરતથી 35 કિ.મી દૂર આવેલા દિહેન ગામમાં 200 ફીટ લાંબી રંગોળી કરવામાં આવી હતી. આખા મહોલ્લાને આસોપાલવના તોરણથી સજાવાયો હતો અને ઢોલીઓને ઢોલ વગાડવા બોલાવવામાં આવ્યા હતા.

આ રીતે કર્યું પત્નીનું સ્વાગતઃ

રાકેશની પત્ની ધર્મિષ્ઠા રાંદેરમાં આવેલા તેના પિતાના ઘરેથી પોતાના ઘરે કારમાં આવી ત્યારે લાલ જાજમ પાથરીને તેનુ સ્વાગત કરાયુ હતુ. મા-દીકરી પર ફૂલોનો વરસાદ કરાયો હતો. ઢોલના તાલે સ્ત્રીઓએ તેમની આસપાસ ગરબા કર્યા હતા. રાકેશ પોતાની નાનકડી દીકરી હિયાને હાથમાં લેતા સાથે જ ગળગળો થઈ ગયો હતો. રાકેશે આ પ્રસંગ માટે મિત્રની ગાડી લીધી હતી અને લગ્નની જેમ જ આ કારને ફૂલોથી સુંદર રીતે શણગારી હતી.

લક્ષ્મીજીનું ભવ્ય સ્વાગતઃ

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં 31 વર્ષના રાકેશે જણાવ્યું, “હિયા મારુ પ્રથમ સંતાન છે અને તે પણ દીકરી છે. દીકરીઓને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી તે ઘરે પ્રવેશે તો ધામધૂમથી સ્વાગત તો કરવું જ પડે ને! હું આખા સમાજને મારા ઘરે દીકરી થવાથી મને જે ખુશી થઈ છે તે દર્શાવવા માંગું છું.”

સમાજને આપવા માંગે છે સંદેશઃ

રાકેશ કોળી પટેલ છે, તેમણએ કહ્યું કે તે દીકરીના જન્મ પર રડતા લોકો અને દીકરીને જવાબદારી ગણતા લોકોને પણ સંદેશ આપવા માંગે છે. તેણે જણાવ્યું, “હું લોકોને કહેવા માંગું છું કે દીકરી ઘરે આવે તો તેને વધાવી લો અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેને દુનિયાની બધી જ ખુશીઓ મળે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2S8nItm


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2FDsi1j

No comments:

Post a Comment

Post Top Ad

Pages