ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરી આ વાત
પણજીઃ બોલીવૂડ સિંગર અરિજીતસિંહ તાજેતરમાં એક નવી સા નામની ફિલ્મ બનાવી છે. જેમાં તેનો પુત્રને કાસ્ટ કરવામાં આવ્યો છે. ગોવામાં ચાલી રહેલા 49માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેજ પરથી ફિલ્મના પ્રમોશનમાં અરિજીતસિંહ ફિલ્મ વિશે કહે છે કે, આપણે ઘણું બધુ કરી રહ્યા છીએ પણ જાણકારીથી દૂર થતા જઈએ છીએ. જોકે, અરિજીતની વાત પરથી ફિલ્મ ક્યા વિષય પર છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. ગોળગોળ વાતો કરીને તેણે વાત ટૂંકાવી દીધી.અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
આવો પ્રતિભાવ આપે છે અરિજીતસિંહ

અરિજીતસિંહ કોઈ સવાલના સ્પષ્ટ અને સરળ જવાબ આપતો નથી. કોઈ પણ સવાલનો તેની પાસે કોઈ સીધો જવાબ હોતો નથી. જેને આસાનીથી સમજી શકાય. તેણે કહ્યું કે, આ ફિલ્મ પોતાનામાં રહેલી જાણકારીને જાણવા અને સમજવા માટે છે. આ ફિલ્મ અરિજીતસિંહ ઉપરાંત તેની પત્નીએ લખી છે. તેઓ બંને બાળપણના મિત્રો છે. નાનપણથી જ તેઓ ક્રિએટિવ વસ્તુ વિશે વિચારતા હતા. કે કંઈક નવું અને ક્રિએટિવ કરવામાં આવે. તક મળતા અમે બંનેએ ફિલ્મ બનાવી છે, એવું અરિજીતે જણાવ્યું હતું.
મિત્રોએ સાથ આપ્યો

ફિલ્મની પ્રોસેસમાં મિત્રો સાથ આપ્યો અને બધા મિત્રો ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહી હતા. શરૂઆતમાં અમે ઘણા નખરા કર્યા, સમજાતું ન હતું કે ફિલ્મ કેવી રીતે બનશે. દોઢ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કહાણી વગર અમે કંઈ પણ શુટિંગ કરતા હતા. આ સિનમાંથી ફિલ્મ તો ન બની પણ એ સમજાયું કે કોઈ પ્લાનિંગ કે કહાણી વગર ફિલ્મ ન બનાવી શકાય. લોકોને પૂછી પૂછીને અને ઘણી વસ્તુઓ શીખીને અમે ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બનાવતા ઘણા વર્ષો થયા છે. ફિલ્મ બનાવવા માટે ઘણી ધીરજ જોઈએ, અમે આજે પણ અમારી બનાવેલી ફિલ્મથી ખુશ નથી.
ફિલ્મની રીલિઝ ડેટ અંગે કહ્યું

આ ફિલ્મની રીલિઝ ડેટ અંગે અરિજીતસિંહે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. તેણે કહ્યું કે, આ ફિલ્મની રીલિઝ ડેટને લઈને કોઈ પ્લાન નથી. આ ફિલ્મ અમે લોકોને બતાવીશું અને તેમને સારી લાગશે તો રીલિઝ માટે આપી દઈશું. સ્ટારકાસ્ટ અંગે કહ્યું કે, આ ફિલ્મમાં અનેક ભારતીય સંગીતના મહારથીઓને લેવામાં આવ્યા છે. જેમાં ઉસ્તાદ રાશીદ ખાન અને અનુષ્કા શંકરનો સમાવેશ થાય છે. બધાએ ખુશ થઈને અમારી સાથે કામ કર્યું છે. જ્યારે આ ફિલ્મ માટે કોઈ મુખ્ય અભિનેતા મળતો ન હતો ત્યારે મિત્ર સુદીપદાદાએ દીકરાને લેવાની સલાહ આપી હતી. હું તૈયાર ન હતો પણ મુખ્ય કલાકાર ન મળતા દીકરાને લેવો પડ્યો
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TJgQUM
No comments:
Post a Comment