કોન્ડોમ ઘણીવખત બાળકોના હાથમાં આવી જતા હોય છે

આપણે ઘણીવખત એવું જોયું છે કે રસ્તામાં અથવા તો આપણી આસપાસ કચરામાં અથવા તો ખુલ્લામાં વપરાયેલા કોન્ડોમ પડેલા હોય છે. આ સિવાય પણ એવી ઘટનાઓ બનતી હોય છે કે કોઈ નાનું બાળક રમતા-રમતા ખૂણામાં પડેલો કોન્ડોમ હાથમાં લઈને આવે અને પૂછે કે આ શું છે? જો તમે આ પ્રકારની પરિસ્થિતિઓથી બચવા માગો છો તો જાણો કોન્ડોમનો નિકાલ કરવાની સાચી રીત.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કોન્ડોમને ફ્લશ કરવો જોઈએ?

શું તમે ક્યારેય કોન્ડોમને ફ્લશ કરવાનો ગુનો કર્યો છે? કારણકે વપરાયેલા કોન્ડોમને ક્યારેય ફ્લશ કરવા જોઈએ નહીં, કોન્ડોમને ફ્લશ કરવાથી જે-તે પાઈપ જામ થઈ જશે. અને આ પાઈપ સાફ કરવા માટે જ્યારે પ્લમ્બર પાઈપ ખોલીને કોન્ડોમ બહાર કાઢશે તો તમે જ શરમ અનુભવશો.
કોન્ડોમને ઘરની બહાર ફેંકવા નહીં

વપરાયેલા કોન્ડોમને ક્યારેય પણ ઘરની આસપાસ ખુલ્લામાં ફેંકવા જોઈએ નહીં, ખાસ જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો ક્યારેય આ કરવું જોઈએ નહીં. આ સિવાય વપરાયેલા કોન્ડોમને ક્યારેય ગાર્ડન, તળાવમાં ફેંકવા જોઈએ નહીં.
તો કોન્ડોમનો ક્યાં નિકાલ કરવો જોઈએ?

કોન્ડોમનો નિકાલ કરવામાં 5 સેકન્ડ કરતા વધુ સમય નહીં લાગે. વપરાયેલા કોન્ડોમ લો અને તેને કોથળી, ટીશ્યૂ પેપર અથવા તો પેપર બેગમાં મૂકીને કચરાના ડબ્બામાં ફેંકી દો.
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AizJoX
No comments:
Post a Comment