Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદસૌરમાં બોલ્યા- ઈન્દિરાના વાયદા મે પૂરાં કર્યા

PM મોદીના કોંગ્રેસની પેઢીઓ પર વાર


મંદસૌરઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં શિવરાજ સરકાર પર ખેડૂતોની નારાજગીના રિપોર્ટ્સ વચ્ચે વડાપ્રધાન મોદી પ્રચાર માટે શનિવારે મંદસૌરમાં પહોંચ્યા. મોદીએ કહ્યું કે તેમણે ચૂંટણી ભાષણમાં ફોકસ ખેડૂતો પર રાખ્યું છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનું નામલઈને કોંગ્રેસ પર મોદીએ હુમલો કર્યો. મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીનો ખોટો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે ઈન્દિરા ગાંધીએ પણ ગરીબી હટાવો, બેંકોને ગરીબો સુધી લાવવા માટેનો વાયદો કર્યો હતો પણ 40 વર્ષ પછી તેમના વાયદા મોદીએ પૂરાં કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું હજુ તેમને માત્ર 4 વર્ષ મળ્યા છે, તેમણે લોકોને કોંગ્રેસ રાજનો અડધો સમય માંગ્યો છે અને ભાજપને જીતાડવાની અપીલ કરી.

કોંગ્રેસ પર મોદીના વાર


આપને જણાવી દઈએ કે મંદસૌરમાં મોદીના પ્રવાસ પહેલા કોંગ્રેસ સોશિયલ મીડિયા પર નિશાન સાધ્યું હતું. મધ્ય પ્રદેશ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્વીટ કરીને પીએમ મોદીએ મંદસૌરમાં ખેડુતો પર હિંસાની યાદ અપાવીને તેમની સરકાર પર વાર કર્યો. મોદીએ શનિવારે રેલી દરમિયાન પોતાની સરકાર દરમિયાન પડેલી તકલીફ માટે કોંગ્રેસના જૂના રાજને દોષી ઠેરવ્યું. આ દરમિયાન મોદીએ કમલનાથના એ વાઈરલ વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં MP કોંગ્રેસ અધ્યક્ષ કથિત રીતે મુસલમાનો પાસે વધારે વોટિંગની અપીલ કરી રહ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઉલ્લેખ


સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું- જો સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો 55-60 વર્ષના રાજમાં દેશના ખેડૂતોની જે બરબાદી થઈ તે ન થઈ હોત પણ કોંગ્રેસની ખોટી નીતિઓની અસર આજની પેઢીના ખેડૂતો પર પડી છે. કોંગ્રેસે 55 વર્ષ સુધી ખેડૂતો માટે શું કર્યું અને ભાજપે 15 વર્ષમાં શું કર્યું, તેને ત્રાજવામાં તોલી લો. 5-6 દાયકાની ભૂલ સુધારવા માટે સમય પણ જોઈએ. તેનો અડધો સમય મળી જાય તો હું બધું બરાબર કરી દઈશ.

કોંગ્રેસની ચાર પેઢીએ વાયદા પૂરાં ના કર્યા


કોંગ્રેસ પર નિશાન તાકીને મોદીએ કહ્યું- કોંગ્રેસના લોકો જ્યાં જાય છે, ત્યાં જૂઠ્ઠા વાયદા કરે છે. ફાટેલા ખિસ્સામાંથી કંઈને કંઈ નીકળતા રહે છે, પણ પાછલી ચાર પેઢીએ વાયદા પૂરા નથી કર્યા. નામદારના દાદી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ40 વર્ષ પહેલા ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. પણ ગરીબી હટી? વાયદો જૂઠ્ઠો હતો કે નહીં? તમારો ખોટો વાયદો કરીને તેમણે મત લીધા કે નહીં?

બેંકોના રાષ્ટ્રીયકરણ પર પણ નિશાન


મોદીએ આગળ કહ્યું- ગરીબોના કલ્યાણ માટે અને તેમના માટે બેંકોના દરવાજા ખોલવાના નામે રાતો-રાત ઈન્દિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું પણ 40 વર્ષ પછી મારી સરકારે જોયું કે અડધાથી વધારે લોકોના ખાતા જ નથી ખુલ્યા. હવે કહો આ જૂઠ્ઠાણું હતું કે નહીં? જે કામ ઈન્દિરાના વાયદો કરીને ગયા હતી, તે કામ મોદીએ કરી દીધું. જેઓ ક્યારેય વાયદા પૂરા નથી કરી શક્યા તેમના પર તમે વિશ્વાસ કરશો?




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TGlbs1

No comments:

Post a Comment

Post Top Ad

Pages