મેથીની ભાજી ગુણોનો ભંડાર

સામાન્ય રીતે લોકો લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે પરંતુ લીલા શાકભાજી જોઈને ઘણાં લોકો મોઢું બગાડે છે. જ્યારે સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ લીલા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મેથી બજારમાં ખૂબ મળે છે. ઠંડીની ઋતુમાં મેથીનું શાક ખાવાથી શરીરને પણ ફાયદા થાય છે. મેથીનું શાક ઘણી બીમારીઓથી રાખે છે દૂર. લીલી મેથીમાંથી શાક, પરાઠા, થેપલા અને સૂપ બનાવી શકાય છે. જાણો, મેથી ખાવાથી શું ફાયદા થાય છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
બ્લડપ્રેશર

મેથીના શાકમાં ડુંગળી ઉમેરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. જે લોકોને બ્લડપ્રેશર હોય તેમના માટે મેથીનું શાક ગુણકારી છે. મેથીનું શાક ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
હૃદયને સ્વસ્થ રાખે

લીલી મેથીમાં ગેલોપ્ટોમાઈનન નામનું તત્વ હોય છે જેનાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.
પાચનક્રિયા સુધારશે

મેથીમાં ફાઈબર અને એન્ટીઓક્સિડંટ હોય છે. મેથી ખાવાથી શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર થાય છે. સવારે લીલી મેથીમાંથી બનાવેલો ઉકાળો પીવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરે છે

મેથીના બી અને લીલી મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં એમિનો એસિડ રહેલું છે.
વાંચો, ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખશે ધાણા, આ રીતે કરો પ્રયોગ
વજન કંટ્રોલ કરે છે

દરરોજ મેથીના દાણા ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીમાં ફાયબર હોવાથી ભૂખ ઘટાડે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડશે

કેટલાંક રિસર્ચમાં સામે આવ્યું છે કે મેથી ખાવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.
વાંચો, શરીરમાં આ 6 સંકેત મળે તો સમજો વધી ગયું છે તમારું કોલેસ્ટ્રોલ
સ્કીન પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક

મેથીનું ફેસપેક બ્લેકહેડ્સ, ખીલ અને કરચલીઓ દૂર કરે છે. મેથીના દાણાને પાણીમાં ઉકાળીને આ પાણીથી ચહેરો ધોવો. આ જ રીતે મેથીની તાજી પેસ્ચ ચહેરા પર લગાવવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
વાંચો, આ રીતે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી મેથીના લાડુ (મેથીપાક)
વાળની સમસ્યામાં લાભદાયી

મેથી પેસ્ટ અથવા મેથીને રોજિંદા ડાયટમાં ઉમેરવાથી વાળ લાંબા અને કાળા થાય છે. વાળ ખરવાની સમસ્યા હોય તો નારિયેળના તેલમાં મેથીના દાણા આખી રાત પલાળીને રાખો. પછી આ તેલથી હળવા હાથે વાળમાં મસાજ કરો.
વાંચો, ખરતાં વાળથી છો પરેશાન?, મેથીનું આ હેરપેક દૂર કરશે સમસ્યા
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2OKWcAh
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2qJU9mn
No comments:
Post a Comment