Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

દીપિકા-રણવીરના લગ્નમાં વરસાદ બન્યો વિલન, છેલ્લી ઘડીએ બદલાશે લગ્નનું સ્થળ!

બદલાશે દીપિકા-રણવીરના લગ્નનું સ્થળ?

દીપવીરના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને બધી વિધિઓ શરૂ થઈ છે. આજે એટલે કે 14 નવેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાશે. જો કે લગ્નના ઉમંગ અને ઉત્સાહ વચ્ચે વેન્યૂમાં ફેરફાર થવાના અહેવાલ છે.

અમારા ન્યૂઝ Whatsapp પર વાંચવા અહીં ક્લિક કરો

લેક કોમો કર્યું હતું ફાઈનલ

અગાઉ રિપોર્ટ્સ હતા કે બંને ઈટલાના લેક કોમો સ્થિત વિલા ડેલ બાલિબિયાનેલોમાં લગ્ન કરશે. પણ હવે લાગે છે કે ખરાબ હવામાનને કારણે પ્લાન ફેરવવો પડશે.

વિલાના કોઈ અન્ય ભાગમાં તૈયારી

રિપોર્ટનું માનીએ તો હળવો વરસાદ થવાથી વિલાના બહારના લોકેશન પર લગ્ન થવાનું હતું. પરંતુ હવે પ્લાનર્સને વિલાના અન્ય કોઈ ભાગમાં અરેન્જમેન્ટ્સ કરવી પડશે.

નજારો દેખાય તેવી જગ્યા

રિપોર્ટ મુજબ ખરાબ વાતાવરણના કારણે આઉટડોર સેટઅપને વિલાના એવા ભાગમાં શિફ્ટ કરવામાં આવશે જ્યાંથી સંપૂર્ણ નજારો જોઈ શકાય. અને મહેમાનોને પણ વરસાદથી બચાવી શકાય.

નક્કી વેન્યૂની નજીક જ હશે નવું વેન્યૂ

રિપોર્ટ પ્રમાણે આ જગ્યા એ જ છે જ્યાં પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 14 અને 15 નવેમ્બરે યોજાનાર લગ્ન સિંધી અને કોંકણી વિધિથી પૂરા થશે.

અહીં રોકાયા છે દીપિકા-રણવીર

રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા અને રણવીર હાલ Four Seasons Hotel Milanoમાં રહે છે, વિલા ડેલ બાલબિયાનેલોમાં નહીં. લગ્નમાં સામેલ થવા માટે આમંત્રિતો પણ પહોંચી ચૂક્યા છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2OI3d4t


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2qLNAji

No comments:

Post a Comment

Post Top Ad

Pages