Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

એક્સક્લુઝિવઃ જોઈ લો આટલું સુંદર છે દીપિકા અને રણવીરનું મેરેજ વેન્યુ

આ સુંદર જગ્યાએ થશે દીપવીરના લગ્ન

સમિના શેખ: દીપિકા અને રણવીરના લગ્ન ચોક્કસ આ વર્ષની સૌથી મોટી સેરેમનીમાંથી એક બની રહેશે અને તેમના લગ્નને લગતી નાનામાં નાની વાત પણ ફેન્સ વચ્ચે ઉત્સાહ વધારી રહી છે. ત્યારે હાલ તો સૌથી મોટી ચર્ચા તેમના લગ્ન સ્થળને લઈને છે. જેને લઈને રચાઈ રહેલું રહસ્ય ફેન્સમાં પણ ખૂબ ઉત્સુક્તા જગાવી રહ્યું છે. ત્યારે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ એક્સક્લુઝિવ રીતે બોલિવુડના આ લવલી કપલના લગ્નસ્થળની તસવીરો સામે લાવી રહ્યું છે. આ લવબર્ડ ઇટાલીના લેક કોમો ખાતે આવેલ કાસ્ટા દિવા રીસોર્ટ એન્ડ સ્પા ખાતે લગ્નગ્રંથીથી જોડાશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જુઓ વીડિયોમાં લગ્ન સ્થળ

આ લગ્ન એકદમ જ પારિવારીક કાર્યક્રમ બની રહેશે કેમ કે તેમણે લગ્નમાં ફક્ત 40 વ્યક્તિઓ જે તેમના પરિવારના નજીકના સભ્યો છે તેમને જ આમંત્રણ આપ્યું છે. જ્યાં સુધી અમને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી સમગ્ર સેરેમની બિલકુલ પારિવારિક પ્રસંગ બની રહેશે. કેમ કે કપલે કોઈપણ જાતના બોલિવુડ કનેક્શનને આ પ્રસંગ સાથે જોડ્યો નથી. સોમવારે તેમની સગાઈ પણ આવા જ એક અંગત પારિકવારિક માહોલ વચ્ચે કરવામાં આવી હતી.

એન્ગેજમેન્ટ પાર્ટીમાં કપલે કર્યો જબરજસ્ત ડાન્સ

આ બાજુ આજે મહેંદીની રસમ ઉજવવામાં આવશે ત્યારે જે જગ્યાએ દીપિકા અને રણવીરના લગ્ન થવાના છે તે જગ્યાનો ખાસ એક્સક્લુઝિવ ફોટો અને વીડિયો તમારા માટે અમે લઈ આવ્યા છીએ. જુઓ કેટલી અદભૂત જગ્યા છે. સગાઈમાં કપલ અને સમગ્ર પરિવાર ડિનર પછી ફેમેલી ડાન્સનો આનંદ માણતો જોવા મળ્યો હતો. ડિઝાઇનર સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓફ વાઇટ ડ્રેસમાં દીપિકા અને બ્લેક સૂટમાં રણવીર ગજબના સ્ટાઇલિસ્ટ લાગી રહ્યા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2z3VFUX


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QLW99a

No comments:

Post a Comment

Post Top Ad

Pages