દીપવીરની મહેંદી સેરેમની

ઘણા સમયથી દીપિકા-રણવીરના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સેલિબ્રિટીઝથી લઈને ફેન્સ સૌકોઈ દીપવીરના લગ્ન માટે ઉત્સાહિત છે. રિપોર્ટ પ્રમાણે લેક કોમોના લક્ઝુરિયસ રિસોર્ટમાં લગ્ન પહેલાના ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. 13 તારીખે દીપિકા-રણવીરની મહેંદી અને સંગીત સેરેમની યોજાઈ.
અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો
દિલ ખોલીને ‘બાબા’એ કર્યો ડાન્સ

રિપોર્ટ પ્રમાણે, રણવીરે મહેંદી સેરેમની ખૂબ એન્જોય કરી. વરરાજા રણવીરે દિલ ખોલીને ડાન્સ કર્યો. તો બીજી તરફ રણવીરની દુલ્હન મહેંદી લગાવવામાં વ્યસ્ત હતી. સંગીત અને મહેંદી સેરેમનીમાં સૌથી પહેલા શુભા મુદ્દગલે પર્ફોર્મ કર્યું ત્યાર બાદ હર્ષદીપ કૌરે સાંજ યાદગાર બનાવી.
ગેસ્ટના ફોન કેમેરા કરાયા સીલ

રિપોર્ટનું માનીએ તો રણવીરે ઢોલના તાલે જોરદાર ડાન્સ કર્યો. એક અહેવાલ પ્રમાણે, ફંક્શનમાં સામેલ થયેલા મહેમાનોના ફોનના કેમેરા સ્ટીકરથી સીલ કરી દેવાયા હતા કારણકે આ કપલે નથી ઈચ્છતું કે તેમના કોઈપણ ફંક્શનના વીડિયો કે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થાય.
રણવીરે હાથમાં લખાવ્યું #DeepVeer

સંગીત સેરેમનીમાં દીપિકા-રણવીરની સાથે તેમના પરિવારે પણ ડાન્સ કર્યો. રિપોર્ટનું માનીએ તો મહેંદી સેરેમનીમાં રણવીરે પણ થોડી મહેંદી મૂકાવી. રણવીરે હાથમાં #DeepVeer લખાવ્યું છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2OIRKSg
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2qME5jA
No comments:
Post a Comment