Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

ફ્રીમાં મળી રહી છે Mi Storeની ફ્રેન્ચાઈઝી, આ રીતે કરો એપ્લાય

શાઓમી ફ્રીમાં આપશે ફ્રેન્ચાઈઝી


શાઓમીએ ગુરુવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 6 પ્રો લોન્ચ કર્યો છે આ ફોનના લોન્ચિંગ સાથે જ કંપનીએ મોટી જાહેરાત કરી છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈને રેડમી નોટ 6 પ્રોના લોન્ચિંગમાં કહ્યું કે જો મે Mi Storeની ફ્રેન્ચાઈજી લેવા ઈચ્છો છો તો એક ફોર્મ ભરીને તમે સ્ટોરની ફ્રેન્ચાઈજી લઈ શકો છો, અને તમારા ગામ અથવા શહેરમાં Mi Store ખોલી શકો છો. આ ફોર્મ ક્યાં મળશે અને તેને ભરવા કઈ કઈ વસ્તુની જરૂર પડશે, આ વિશે વિસ્તારથી જાણો…

અહીંથી મળશે એપ્લિકેશન ફોર્મ


Mi Storeની ફ્રેન્ચાઈઝી લેવાનું ફોર્મ તમારે વેબ બ્રાઉઝરમાં https://ift.tt/2DHoCsP ટાઈપ કરીને આ લિંક પર ક્લિક કરો.

ફોર્મમાં ભરવી પડશે આટલી માહિતી


આ લિંક પર ગયા બાદ તમારી સામે ફ્રેન્ચાઈજીનું ફોર્મ ખુલી જશે. તેમાં સ્ટોરના નામ સહિત 17 જાણકારીઓ આપવાની રહેશે. ફોર્મમાં તમારે જણાવવું પડશે કે દુકાન તમારી પોતાની છે અથવા રેન્ટ પર. આ ઉપરાંત તમારી ઉંમર, હાલનો પાર્ટનર, જો દુકાન રેન્ટ પર છે તો તેનું રેન્ટ કેટલું છે વગેરે જાણકારીઓ આપવાની રહેશે.

ફોર્મ સાથે બે તસવીરો અપલોડ કરો


આ બાદ તમારે દુકાનના બે ફોટો અપલોડ કરવાના રહેશે, જેમાં એક ફોટો તમારી સાથે દુકાનના ફ્રંટ સાઈડનો હોવો જોઈએ. અને બીજો ફોટો એવો હોય જેમાં નજીકનો રસ્તો અને દુકાન દેખાઈ રહી હોય. ફોર્મ ભર્યા બાદ શાઓમીના જવાબ માટે તમારે થોડા દિવસ રાહ જોવી પડશે.

કંપની સામેથી આપશે ફ્રેન્ચાઈઝી લેવાના પૈસા


ફોર્મ જોયા બાદ જો તમારી આપેલી જાણકારી અને લોકેશન કંપનીને પસંદ આવે છે તો તે તમારો સંપર્ક કરશે. જો તમારી પાસે ફ્રેન્ચાઈઝી લેવાના પૈસા નહીં હોય તો કંપની આ માટે તમને ફંડીંગ પણ કરશે. ફોર્મ ભર્યા બાદ તમને કોઈ કોલ નથી આવતો તો તમે 1800 103 6286 નંબર પર કોલ કરીને વાત કરી શકો છો.



from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2Auvve3

No comments:

Post a Comment

Post Top Ad

Pages