Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

Pics: અંતરિક્ષમાં ગયા પછી આ વિશાળકાય ‘ઘર’માં રહે છે એસ્ટ્રોનોટ્સ

ISSની સ્થાપનાના 20 વર્ષ

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની અંતરિક્ષમાં સ્થાપનાના તાજેતરમાં જ 20 વર્ષ પૂરાં થયાં છે. જેને 20 નવેમ્બર 1998ના રોજ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. અંતરિક્ષને નજીકથી સમજવા માટે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર 2024 સુધી અહી જ કામ કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનને પ્રસ્તાવ રાખ્યો છે કે 2025 પછી તેને ચાલું નહી રાખવામાં આવે. આવો જાણીએ રસપ્રદ વાત…
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

15 દેશનો સમાવેશ

15 દેશની મદદથી અત્યાર સુધીમાં 19 વાર સેટેલાઈટ મોકલીને અહી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેને લોન્ચ કરવામાં 120 બિલિયન ડોલરનો ખર્ચ આવ્યો હતો.

પૃથ્વીનું ચક્કર

4.20 લાખ કિલો વજન ધરાવતું આ સ્પેસ સ્ટેશન 90 મિનિટમાં 28 હજાર કિમીની ઝડપથી પૃથ્વીનું ચક્કર લગાવે છે. જેને ધરતીથી 400 કિમી ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે.

સ્પેસવોક

હાલ સ્ટેશનમાં નાસાનો એસ્ટ્રોનોટ લેરોય શિયાઓ હાજર છે. જે સ્પેસ સ્ટેશનમાં આવેલી ગડબડને દૂર કરવા માટે સ્પેસ વોક પણ કરે છે. આઈએસએસ નાસાની નવી વિચારસરણીને વ્યાખ્યાયિત કરે છે.

સરળ નથી હોતું અંતરિક્ષમાં રહેવું

એસ્ટ્રોનોટ લેરૉય શિયાઓના જણાવ્યાનુસાર સ્પેસ સ્ટેશનમાં રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે. એસ્ટ્રોનોટને રિપેરિંગ માટે સ્પેસવોક કરવી પડે છે. અમને જે ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ મળે છે. તે અલગ અલગ દેશમાં બનેલા હોય છે. જેમની ઈલેક્ટ્રિક સિસ્ટમ પણ અલગ હોય છે.

ફિલ્ટર થાય છે યૂરિન

સમગ્ર સ્પેસ સ્ટેશનમાં માત્ર બે બાથરુમ છે. અંતરિક્ષ યાત્રિઓ અને પ્રયોગશાળાના જાનવરોનું યુરિન ફિલ્ટર કરીને સ્ટેશનના ડ્રિંકિંગ વોટર સપ્લાયમાં જાય છે. જેથી અંતરિક્ષ યાત્રીઓને ક્યારેય પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

તમે પણ જોઈ શકો છો

સ્પેસ સેન્ટર રાતમાં આકાશમાં ચંદ્રમા અને શુક્ર પછી ત્રીજો સૌથી વધુ ચમકદાર ઓબ્જેક્ટ તરીકે દેખાય છે. જો તમારી આંખો તેજ હોય તો તમને ફાસ્ટ મૂવિંગ પ્લેનની જેમ આકાશમાં જોવા મળશે.

આ દેશોએ કર્યું તૈયાર

આ સેન્ટર બનાવવામાં અમેરિકા, રશિયા, કેનાડા, જાપાન, બેલ્જિયમ, બ્રાઝીલ, ડેન્માર્ક, ફ્રાંસ, જર્મની, ઈટલી, નેધરલેન્ડ, નોર્વે, સ્પેન, સ્વીડન, સ્વિત્ઝર્લેન્ડ અને બ્રિટન જેવા દેશનું યોગદાન છે.

અહી રહેવાનો રેકોર્ડ

ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ્સ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પણ અહી રહી ચૂકી છે. આઈએસએસ પર સૌથી વધુ સમય પસાર કરવાનો રેકોર્ડ નાસાની પૈગી વાઈટસનના નામ પર છે. તે અહિ 534 દિવસ રહી ચૂકી છે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AkMkbb

No comments:

Post a Comment

Post Top Ad

Pages