આ હરિફ દેશની ખેલાડીને આપી ટક્કર
નવી દિલ્હીઃ સુપરમોમ એમએસી મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિક્સર મારી બોક્સિગ જગતમાં ઈતિહાસ કાયમ કર્યો છે. દિલ્હીના કે ડી જાધવ હોલમાં રમાયેલી 48 kg weight કેટેગરીની ફાયનલ મેચમાં તેણે યુક્રેઈનની મહિલા હન્ના ઓકોતાને 5-0થી પરાજય આપ્યો છે. આ વિજયકુચ બાદ તેણે છઠ્ઠી વખત મહિલા વિશ્વકપનો ખિતાબ મેળવ્યો છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
છઠ્ઠી વખત ખિતાબ જીતનારી પ્રથમ બોક્સર

આ બીજી સુવર્ણ તક હતી જ્યારે જંગ ખિતાબ મેળવવા માટે ટક્કર થઈ હતી. આ પહેલા વર્ષ 2006માં હોમ ગ્રાઉન્ડ પર દર્શકો સામે રીંગ પર ઊતરી હતી. એ વખતે તેણે લાઈટ ફ્લાઈટ 48KG કેટેગરીમાં રોમાનિયાની ખેલાડી સ્ટેલુટા દુતાને માત આપીને 5 મી વખત વિશ્વવિજેતા બની હતી. આમતે છઠ્ઠી વખત વિશ્વવિજેતા બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.આ મેચમાં 35 વર્ષની ભારતીય ખેલાડી બોક્સરે આયરલેન્ડની બોક્સર કેટી ટેલરને પછટાડ આપીને સૌથી વધારે છઠ્ઠી વખત વિશ્વવિજેતા બની એક નવો ઈતિહાસ બનાવ્યો છે. આ પહેલા મેરી અને ટેકરે 5-5થી વર્લ્ડ ચેમ્પિયનશીપ ખિતાબની બરોબરી કરી હતી.
પુરુષ બોક્સરોના રેકોર્ડની બરોબરી

મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં 6 ટાઈટલ્સ જીતવાના મુદ્દે પુરુષ બોક્સરના રેકોર્ડની પણ બરોબરી કરી લીધી છે. છ વખત વિશ્વવિજેતા બોક્સ બનવાનું ગૌરવ આ પહેલા પુરુષ બોક્સિંગમાં ક્યુબાના ખેલાડી ફેલિક્સ સેવોનના નામે હતો. વર્ષ 1997માં બુડાપોસ્ટમાં આયોજિત ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ જીતીને એક ઈતિહાસ બનાવ્યો હતો. મહિલા બંને બોક્સરોની વાત કરવામાં આવે તો બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. યુક્રેનની બોક્સર હન્ના હાલ 22 વર્ષની છે પણ શ્રેષ્ઠ રમે છે. બોક્સિંગ જગતમાં તેને લોકો હંટરથી ઓળખે છે. યુરોપિયન યુથ ચેમ્પિયનમાં તેણે બ્રોન્સ મેડલ પોતાના નામે કર્યું હતું.
પ્રથમ રાઉન્ડ

પ્રથમ રાઉન્ડમાં સતત હુમલાથી મેરી કોમ હરીફ પર હાવી રહી હતી. જોકે, હરીફ ખેલાડીએ પર પંચને બ્લોક કર્યા હતા. વઘુ પડતા અટેકને કારણે અનેક વખત તે રિંગમાં પડી ગઈ હતી. પરંતું, ફરી એકવાર ઊઠીને તે અટેક માટે તૈયાર હતી. મેરી કોમની શરૂઆત સારી રહી હતી. પ્રથમ રાઉન્ડમાં જ તે સારી ફાઈટ કરતી જોવા મળી હતી. તેણે હરિફ ખેલાડીના પંચને બ્લોક કરી એક હુંક પ્લે કર્યો હતો આ રીતે તે હરીફ ખેલાડી પર પ્રેશર ઊભુ કરવામાં સફળ રહી.
બીજો રાઉન્ડ

બીજા રાઉન્ડની શરૂઆત પણ આક્રમક રહી હતી. જોકે, આ વખતે ડિફેન્સ પણ મુજબુત હતું. હરીફ ખેલાડીના દરેક મુવ પર તે પૂરતું ધ્યાન આપી રહી હતી. જ્યારે તક મળે ત્યારે પંચથી આગળ વધી હતી. મેરીને ચિયર કરવા માટે અહીં મોટી સંખ્યામાં દર્શકોએ તેનો ઉત્સાહ વધાર્યો હતો. અંતે અંતિમ રાઉન્ડમાં તેણે હરીફને હાવી થવાનો ચાન્સ ન આપ્યો. સતત પંચ અને બ્લોકથી તેણે યુક્રેનની ખેલાડી હન્ના ઓકાતાને પરાજય આપ્યો હતો.
મેરી કોમનો રેકોર્ડ

પ્રથમ ખિતાબ – વર્ષ 2002
બીજો ખિતાબ – વર્ષ 2005
ત્રીજો ખિતાબ – વર્ષ 2006
ચોથો ખિતાબ – વર્ષ 2008
પાંચમો ખિતાબ – વર્ષ 2010
છઠ્ઠો ખિતાબ – વર્ષ 2018
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2THc6iD
No comments:
Post a Comment