Breaking

Post Top Ad

Sunday, November 25, 2018

શાહરુખ ખાનને મળી ધમકી, વધારવામાં આવશે સિક્યોરિટી

કલિંગ સેનાએ આપી ધમકી


ઓરિસ્સાઃ કલિંગ સેના તરફથી શાહરુખ ખાનને મળેલી ધમકી પછી સુરક્ષા વધારાઈ છે. શનિવારે ઓરિસ્સા પોલીસ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે શાહરુખ ખાન જ્યારે પણ ઓરિસ્સા આવશે ત્યારે તેની સુરક્ષા માટે કડક પગલાં ઉઠાવવામાં આવશે. નોંધનીય છે કે શાહરુખ ખાને તાજેતરમાં જ એ.આર.રહેમાન સાથે મેન્સ હોકી વર્લ્ડકપના એન્થમ ‘જય હિંદ’ના ટીઝરને રીલિઝ કર્યું છે. આ વખતે વર્લ્ડકપને શાહરુખ ખાન પ્રમોટ કરશે. જેથી કલિંગ સેના નારાજ છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

શું છે વિવાદ

17 વર્ષ પહેલા આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘અશોકા’માં કથિત રીતે ઈતિહાસ સાથે છેડછાડ કરવાથી નારાજ થયેલા કલિંગ સેનાએ ધમકી આપી છે કે તે જ્યારે પણ શાહરુખ ખાન ઓરિસ્સા આવશે ત્યારે તેના ચહેરા પર કાળી શાહી ફેંકશે. આ રીતે તે પોતાનો વિરોધ દર્શાવશે.

હોકી વર્લ્ડકપ માટે આવશે SRK

કલિંગ સેના તરફથી એ પણ ધમકી આપવામાં આવી કે શાહરુખ ખાન મેન્સ હોકી વર્લ્ડકપ માટે 27 નવેમ્બરના રોજ કલિંગ સ્ટેડિયમ આવશે તો તેની સામે કાળા વાવટા ફરકાવવામાં આવશે. આ ધમકી પછી ભુવનેશ્વર ડીસીપી અનુપ સાહુએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે,’હોકી વર્લ્ડકપ માટે શાહરુખ ખાનની મુલાકાતને લઈને અમે જરુરિયાત અનુસાર સુરક્ષા કરીશું. જોકે, અમને હજુ એક્ટરના શેડ્યૂલ વિશે જાણકારી નથી મળી.’

મુખ્યમંત્રીનું આમંત્રણ


કલિંગ સેનાએ શાહરુખ ખાન માફી માગે તેવી માગણી કરી છે. તેનું કહેવું છે કે ફિલ્મ ‘અશોકા’માં રાજ્યને તેમજ કલિંગના લોકોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યાં છે. આ બદલ શાહરુખ ખાનને માફી માગવી જોઈએ. નોંધનીય છે કે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શાહરુખ ખાનને હોકી વર્લ્ડકપમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AmRGCu

No comments:

Post a Comment

Post Top Ad

Pages