પવિત્રધામ મહુડી અને તેના મહત્ત્વ વિશે

ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલું છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા છે. જૈન સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આગલોડમાં આવેલું મણીભદ્ર વીરનું જૈન મંદિર

આગલોડ નામનું આ ગામ મહુડીથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આગલોડ સ્થિત આ મણીભદ્ર વીરનું જૈન મંદિર પ્રાચીન મહત્ત્વ ધરાવે છે. અહીં પણ મહુડીની જેમ સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આગલોડમાં આવેલા આ મણીભદ્ર વીરના જૈન મંદિર વિશેષતા એ છે કે તે ખૂબ જ શાંત જગ્યામાં આવેલું છે અને કોતરો તેમજ ખેતરોની વચ્ચે આવેલા આગલોડ ગામમાં પ્રવેશ કરતા પહેલા જ તે સ્થિત છે. આગલોડના આ જૈન મંદિરમાં આવેલી ધર્મશાળામાં રહેવાની અને ભોજનાલયમાં જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે.
આગલોડ પાસે આવેલું સપ્તેશ્વર મહાદેવ

આ સિવાય આગલોડ ગામમાં પણ અન્ય પ્રાચિન જૈન મંદિરો છે અને પાસે જ સાબરમતી નદીનો પટ પણ આવેલો છે. આગલોડના આ મણીભદ્ર વીરના જૈન મંદિરમાં આવ્યા પછી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આ સિવાય તમે અહીંથી પાસે આવેલા સપ્તેશ્વર નામના સ્થળની પણ મુલાકાત લઈ શકો છો કે જ્યાં નદી કીનારે પ્રાચીન શિવ ભગવાનનું મંદિર આવેલું છે. સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે.
લોદરા હનુમાનજીનું મંદિર

ગાંધીનગરથી મહુડી જતા રસ્તામાં આવતા લોદરા ગામમાં હનુમાનજીનું આ પવિત્ર મંદિર આવેલું છે. આ મંદિરમાં આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે, આ એક ખૂબ જ શાંત જગ્યા છે. લોદરા નામનું આ ગામ મહુડીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલું છે, લોદરાથી મહુડી જતા વાહન પર માત્ર 20 મિનિટનો સમય લાગે છે. લોદરા સ્થિત ગામના ખમણ ખૂબ જ પ્રખ્યાત છે. લોદરામાં આવેલા હનુમાનજીના મંદિરનું પ્રાચીન મહત્ત્વ રહેલું છે.
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2TBUzZf
No comments:
Post a Comment