20 વર્ષની યુવતી પર સસરાનો રેપઃ

ભારતમાં 20 વર્ષની એક છોકરીએ લગ્ન પછી આઘાતજનક અનુભવ થતા જીવન ટૂંકાવી દીધુ હતુ. બજરિયા વિસ્તારમાં નવપરિણીત યુવતી પર સસરાએ રેપ કર્યો હતો. આ આઘાત ઓછો હોય તેમ તેની સાસુ અને પતિએ તેને કોઈ પગલુ લેવાને બદલે ચૂપ બેસવા જણાવતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
મોં બંધ રાખવા જણાવાયુઃ

જ્યારે યુવતીએ તેની સાસુને આ વિષે જાણ કરી તો સાસુએ તેને મોં બંધ રાખવા કહ્યું હતુ અને ધમકી આપી હતી કે તે કોઈને વાત કરશે તો તેણે માઠા પરિણામ ભોગવવા પડશે. યુવતીએ તેના પતિને આ વાત કરી તો તેણે કહ્યું કે તેણે ઘરમાં રહેવું હશે તો આ સહન કરવુ પડશે.
આત્મહત્યા કરીઃ

સાસુ અને પતિ પાસેથી આવો અનઅપેક્ષિત જવાબ મળતા છોકરી નરસિંહપુર પોતાના મા-બાપના ઘરે પાછી ફરી હતી. ત્યાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અત્યારે મૃતક છોકરીના માતા પિતાના સ્ટેટમેન્ટના આધારે તેના સસરા, સાસુ અને પતિ સામે કેસ દાખલ કર્યો છે.
સસરાની ખરાબ નજર હતીઃ

બજરિયા પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ પામનાર યુવતીના બજરિયાના યુવક સાથે આ વર્ષે જૂન મહિનામાં લગ્ન થયા હતા. લગ્ન પછી થોડા જ સમયમાં તેના સસરાએ તેની સાથે દુર્વ્યવહાર ચાલુ કરી દીધો હતો પરંતુ તે ચૂપ રહી હતી. એક દિવસ તે ઘરે એકલી હતી ત્યારે તેના સસરાએ તેના પર બાળાત્કાર કર્યો હતો.
પતિ અને સાસુએ ધમકી આપીઃ

યુવતીએ આ ઘટના તેના પતિ અને સાસુને જણાવી હતી પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહતુ, ઉલ્ટુ તેના પર ગુસ્સો કર્યો હતો. જ્યારે યુવતીએ તેની માતાને આ વિષે ફોન પર જણાવ્યું ત્યારે તેના પતિ અને સાસુએ તેને ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધુ હતુ. પતિએ તેનો મોબાઈલ તોડીને તેને મારપીટ કરી હતી. આવા ત્રાસથી કંટાળી યુવતી માતા-પિતાના ઘરે પાછી ફરી હતી અને અહીં ગળેફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી દીધી હતી.
પતિએ આત્મહત્યા કરવા પ્રોત્સાહન આપ્યુંઃ

પોલીસ ફરિયાદ મુજબ આત્મહત્યા કરતા પહેલા તેના પતિને ફોન કર્યો હત. તેના પતિએ તેને મનાવવાના બદલે કહ્યું કે તેને જીવન ટૂંકાવી દેવાની છૂટ છે. પોલીસે તેના માતા-પિતાના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે અને આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2EponD9
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2LjLLn7
No comments:
Post a Comment