Breaking

Post Top Ad

Monday, December 17, 2018

વોડાફોનની ₹4,759 કરોડના ટેક્સ રિફંડની અરજી હાઈ કોર્ટે ફગાવી

67125927

નવી દિલ્હી:વોડાફોને 4,759 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડની માંગણી સાથે કરેલી અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે. એસેસમેન્ટ વર્ષ 2014-’15થી 2017-’18 માટે આવકવેરા વિભાગે આ ટેક્સની માંગણી કરી હતી.

જસ્ટિસ એસ રવીન્દ્ર ભાટ અને પ્રતીક જાલનની બેન્ચે વોડાફોનને આ મામલે કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કંપની સામે ખાસ્સી એવી રકમ વસૂલવાની બાકી છે તેવી આવકવેરા વિભાગે કરેલી દલીલમાં દમ જણાય છે.

કોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગને રિફંડ સામે ચોક્કસ રકમ એડ્જસ્ટ કરવાનો અધિકાર છે પરંતુ હજી તેની સ્ક્રુટિની પ્રક્રિયા ચાલી રહી હોવાથી તે નક્કી થઈ નથી. આથી સ્ક્રુટિની પછી પણ આવકવેરા વિભાગ ટેક્સની વસૂલાતની માંગણી કરે તો તેવી શક્યતા નકારી ન શકાય.

કોર્ટે નોંધ્યું હતું કે જે વર્ષ માટે ટેક્સની માંગ થઈ છે કે તેનું સ્પેશિયલ ઓડિટ થઈ રહ્યું છે અને અગાઉનાં વર્ષોનો નોંધપાત્ર ટેક્સ લેવાનો બાકી નીકળતો હોવાથી આવકવેરા વિભાગે વોડાફોનનું રિટર્ન પ્રોસેસ ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2012-’13 અને 2013-’14નું સ્પેશિયલ ઓડિટ કરાયું હતું.

વોડાફોનના કેસમાં એસેસમેન્ટ વર્ષ 2014-’15 માટે તેણે એએઆરનો સંપર્ક કર્યો હતો અને 2015-’16 તથા 2016-’17નું સ્ક્રુટિની એસેસમેન્ટ હજી બાકી છે. એસેસમેન્ટ ઓફિસરે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 143 (એ)D અંતર્ગત તેમની વિવેકશક્તિ મુજબ રિટર્ન પ્રોસેસ ન કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે રિટર્ન ફાઇલ કર્યા બાદ તેને એક્નોલેજમેન્ટ મળ્યું હતું અને તેથી એક વર્ષની અંદર રિફંડ પ્રોસેસ થઈ જવું જોઈતું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2SQZvrN


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2rGtg3i

No comments:

Post a Comment

Post Top Ad

Pages