Breaking

Post Top Ad

Monday, December 17, 2018

‘RBIના બોર્ડમાં ધરખમ ફેરફાર જરૂરી’



67122051

સુગાતા ઘોષ

મુંબઈ:રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જણાવ્યું છે કે સેન્ટ્રલ બેન્કના બોર્ડની ભૂમિકામાં નાટ્યાત્મક ફેરફારો કરવામાં આવશે તો તેમાં બોર્ડનું પુન:ગઠન કરવાની જરૂર પડશે. તેમણે કહ્યું છે કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને યુએસ ફેડરલ રિઝર્વની જેમ આરબીઆઇના બોર્ડની ભૂમિકા બદલવી હોય તો ઘણા ફેરફાર કરવા પડશે.

ગયા સપ્તાહે બોર્ડ મિટિંગમાં ‘આરબીઆઇના ગવર્નન્સ’ અંગે ચર્ચા દરમિયાન આચાર્યએ આ વાત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે આ વિષય પરની નોંધ આરબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને મોડેથી તે બોર્ડના મેમ્બર્સને સોંપવામાં આવશે.

હિલચાલથી વાકેફ એક સૂત્રે કહ્યું કે, “ડો. આચાર્યએ અત્યારની સ્થિતિનો ખુલાસો કર્યો છે. મોટી સેન્ટ્રલ બેન્કોમાં બોર્ડના સભ્યોને એવી રીતે નિયુક્ત કરવામાં આવે છે કે કોઈ હિતનો સંઘર્ષ ન થાય. ઘણા કિસ્સામાં ડિરેક્ટરની જોબ ફુલ ટાઇમ જવાબદારી હોય છે. અમે સમજીએ છીએ તેમ તેમનો મત એવો છે કે આરબીઆઇને જો બોર્ડ દ્વારા ચલાવવું હોય અને તેમાં નિષ્ણાતો અને ટેક્‌નોક્રેટ કામ કરતા હોય તો તેમાં નિયમો અને સ્ટ્રક્ચરમાં ઘણા ફેરફાર કરવા પડશે. ઉદા તરીકે અત્યારે ડેપ્યુટી ગવર્નર્સ પાસે કોઈ વોટિંગ રાઇટ્સ હોતા નથી.”

આરબીઆઇ ગવર્નન્સ જો સરકારનો ટોચનો એજન્ડા ન હોય તો પણ કોઈ પણ તાત્કાલિક ફેરફાર લાગુ નહીં કરી શકાય અને આરબીઆઇ તથા તેના ડિરેક્ટર્સ એવા રસ્તા શોધશે જેમાં બોર્ડ વધુ અર્થપૂર્ણ અને સક્રિય ભૂમિકા ભજવી શકે, તે અત્યાર સુધી રહ્યું છે તેમ માત્ર એડ્વાઇઝરી બોર્ડ બનીને નહીં રહે.

એક સૂત્રે જણાવ્યું કે, ઉદાહરણ તરીકે બેન્કો પર પીસીએ (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) લાગુ કરવું અથવા પીસીએના નિયમોમાં ફેરફાર કરવા અંગે બોર્ડમાં ચર્ચા થવી જોઈએ. જો જરૂર પડે તો બોર્ડની વધારે મિટિંગ (બે મહિનામાં એક મિટિંગના બદલે) માટે જોગવાઈ પણ કરી શકાય. અથવા ટૂંકી નોટિસ પર મિટિંગ બોલાવી શકાય અને કોઈ પણ મોટી દરખાસ્ત પર ચર્ચા કરી શકાય. ડો. આચાર્ય અને આરબીઆઇ માને છે કે આરબીઆઇના બોર્ડ તથા બેન્ક ઓફ ઇંગ્લેન્ડના બોર્ડની સરખામણી ન કરી શકાય.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડના બોર્ડના ડિરેક્ટર એવા કોઈ નાણાકીય કે બીજાં હિત ન ધરાવી શકે જેનાથી તેમની કામગીરી તટસ્થ રીતે કરવાની તેમની ક્ષમતા પર કોઈ અસર થવાની શક્યતા હોય. યુએસ ફેડનું બોર્ડ વિવિધ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેઓ તેમની ટર્મ દરમિયાન અને તેનાં બે વર્ષ સુધી કોઈ હોદ્દો ધરાવી શકતા નથી.

સરકારે આરબીઆઇની વર્ષો જૂની પ્રથા સામે વિરોધ કર્યો હતો કારણ કે તે મોટા પાયે અસર ધરાવતા નિયમન અંગે બોર્ડની સાથે વિચારવિમર્શ કરતી નથી. અમુક પ્રસંગે આવી દરખાસ્તો કમિટી ઓફ સેન્ટ્રલ બોર્ડ (સીસીબી)ના ધ્યાનમાં પણ લાવવામાં નથી આવી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CjmdUh


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2LjW4Y9

No comments:

Post a Comment

Post Top Ad

Pages