Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

36 લાખની BMW 1 વર્ષમાં ખખડી ગઈ, કંપનીની સર્વિસથી કંટાળ્યો કસ્ટમર

કાર બની માથાનો દુ:ખાવો

અર્પિતા વિદ્યાર્થી, પુણે: BMWની કાર લેતી વખતે પુણેના અક્ષય સાવલકરે સપને પણ નહીં વિચાર્યું હોય કે સાડા છત્રીસ લાખ રુપિયાની આ કાર તેના માટે માથાનો દુ:ખાવો બની જશે. અક્ષયે હજુ ડિસેમ્બર 2017માં જ આ કાર ખરીદી હતી, પરંતુ માત્ર એક વર્ષના ગાળામાં આ કાર રસ્તા પર ઓછું, અને સર્વિસ સેન્ટરમાં વધારે રહી છે.

ત્રણ મહિનામાં જ શરુ થઈ ગઈ પ્રોબ્લેમ

અક્ષય BMWની સર્વિસથી પણ એટલો બધો કંટાળી ગયો છે કે તેણે કંપનીને તેમજ તેના ડીલરને લીગલ નોટિસ મોકલી છે. અક્ષયે BMW X1 લીધી તેના ત્રણ જ મહિનામાં આ કારમાં પ્રોબ્લેમ થવાની શરુ થઈ ગઈ હતી. માર્ચ 2017માં તે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ડ્રાઈવ કરી રહ્યો હતો, ત્યારે આ કાર અચાનક અટકી ગઈ હતી, અને ત્યારથી શરુ થયેલો સિલસિલો હજુય ચાલુ છે.

દરેક વખતે અલગ પ્રોબ્લેમ!

અક્ષયની કાર પહેલીવાર બગડી ત્યારે તેને કહેવામાં આવ્યું કે ટાયર ફાટી ગયું હોવાના કારણે પ્રોબ્લેમ થઈ હતી. જોકે, કાર રિપેર કરાવી તે પુણે જઈ રહ્યો હતો ત્યારે બીજી વાર ગાડી બંધ થઈ ગઈ. પુણેમાં તેને કહેવામાં આવ્યું કે ગાડીના ટ્રાન્સમિશનમાં પ્રોબ્લેમ છે, અને તેને ઠીક થવામાં સમય લાગશે.

એક વર્ષમાં 5 વાર રિપેરિંગ

છેલ્લા એક વર્ષમાં અક્ષયની BMW X1 પાંચ વાર રિપેરિંગમાં જઈ ચૂકી છે, અને આ કાર 100 દિવસ તો સર્વિસ સ્ટેશનમાં જ રહી છે. ક્યારેક તો કંપનીવાળા અગાઉના રિપેરિંગમાં પ્રોબ્લેમ પૂરેપૂરો સોલ્વ ન થયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દેતા.

મહિને 62,000નો EMI

અક્ષય આ ગાડીનો મહિને 62,000 રુપિયાનો ઈએમઆઈ ભરે છે, પરંતુ તેને ચલાવી નથી શકતો. ગાડી વારંવાર ખરાબ થઈ જતી હોવાથી અક્ષયનો સમય પણ ખૂબ જ બગડે છે અને તેનો બિઝનેસ પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યો છે. જોકે, સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, આજ સુધી BMW અક્ષયની કારમાં ચોક્કસ પ્રોબ્લેમ શું છે તે શોધી નથી શકી.

ડીલર, કંપનીને મળી લીગલ નોટિસ

બીજી તરફ, ડીલરનું કહેવું છે કે, તેઓ કારનો પ્રોબ્લેમ સોલ્વ કરવા તૈયાર છે, પરંતુ કસ્ટમર તેના માટે સમય નથી આપતા. અક્ષય તરફથી લીગલ નોટિસ મળ્યાની વાતને પણ કન્ફર્મ કરતા ડીલરે જણાવ્યું હતું કે, નોટિસને લીગલ ટીમને મોકલી દેવાઈ છે અને તેનો જવાબ પણ આપી દેવાશે.



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2Lo1Wj3


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2PIxRvb

No comments:

Post a Comment

Post Top Ad

Pages