Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

ભારતીયોમાં હવે બાઈક માટે ક્રેઝ, મોપેડ અને કાર્સના વેચાણ પર થઈ અસર

મોપેડ નહીં હવે બાઈક છે લોકોની પસંદ

નંદિની સેનગુપ્તા, ચેન્નાઈઃ એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં ખરાબ પર્ફોર્મન્સ, કેટલીક અન્ય ખરાબ અસરોના પરિણામે મોપેડના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. મોપેડ જે જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર સેગમેન્ટમાં સૌથી લોકપ્રિય હતું, હવે શહેરી લોકોને બાઈક્સ વધારે પસંદ હોવાના કારણે વેચાણમાં પાછળ રહી ગયું છે. જાન્યુઆરી 2018ની વાત કરીએ તો મોપેડનું વેચાણ બાઈકના વેચાણથી લગભગ ડબલ હતું. પાછલા વર્ષે એપ્રિલ 2017માં મોપેડનું વેચાણ 25 ટકા વધવાની સામે બાઈકનું વેચાણ 0.50 ટકા વધ્યું હતું.

બાઈકના વેચાણથી કાર્સ માર્કેટને અસર

જોકે ફેબ્રુઆરી 2018થી મોપેડના વેચાણમાં ઘટાડો નોંધાવાનું શરૂ થયું અને તે બાઈકની પાછળ રહી ગયું અને નવેમ્બર સુધીમાં આ બંને વચ્ચેનું અંતર વધી ગયું. પાછલા નવ મહિનામાં બાઈકનું વેચાણ મોપેડના મુકાબલે ત્રણ ગણું વધી ગયું છે. ઓટો એક્સપર્ટ અને ટુ-વ્હીલર માર્કેટર્સ મુજબ આ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેવા કે બાઈક સેગમેન્ટમાં નવા પ્રોડક્ટ્સનું લોન્ચ થવું. આ કારણે કાર્સ અને SUV માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે.

હાલમાં બધા સેગમેન્ટમાં નવી બાઈક લોન્ચ

હીરો મોટોકોર્પના પ્રવક્તાએ જણાવ્યું કે, હાલમાં મોપેડના વેચાણમાં ઘટાડાના ટ્રેન્ડની શરૂઆત થઈ છે. મોટાભાગે મોપેડના 100-110cc સેગમેન્ટમાં ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ 125cc મોપેડના સેગમેન્ટમાં વધારો જોવા મળ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, વધારે MSP, શહેરી વિસ્તારોમાં ભારે માગ અને બધા સેગમેન્ટમાં નવી બાઈક લોન્ચના કારણે મોટરસાઈકલ સેગમેન્ટના વેચાણમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે.

સસ્તી કિંમતે બાઈક લોન્ચ

તો આ માર્કેટમાં બાઈક્સનો ક્રેઝ ફરીથી પાછો આવવાનું કારણ આપતા IIFL સિક્યુરિટીઝના એનાલિસ્ટ આદિત્ય બાપત કહે છે, મેન્યુફેક્ચર કંપનીઓ દ્વારા કોમ્પિટેટીવ કિંમતે બાઈકો લોન્ચ કરવામાં આવી રહી છે. બજાજે તેની કેટલીક બાઈકની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ બધા કારણોની અસર મોપેડની ડિમાન્ડ પર થઈ છે.



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2rJ4kYQ


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2UU50I1

No comments:

Post a Comment

Post Top Ad

Pages