પર્થન ટેસ્ટમાં હાર પર કોહલીએ આપ્યા જવાબ

પર્થ ટેસ્ટમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 146 રને હારનો સામનો કરવો પડ્યો. ભારતની સામે પોતાની બીજી ઈનિંગમાં 287 રનનો ટાર્ગેટ હતો પરંતુ પાંચમા દિવસે સમગ્ર ટીમ 140 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. મેચ બાદ કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયાની ટીમની પ્રશંસા કરી. કોહલીને મેચ સિલેક્શન વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે પોતાના 4 ઝડપી બોલર્સ પાસેથી સારા પ્રદર્શનની આશા હતી આથી સ્પિનર રવિન્દ્ર જાડેજાના સિલેક્શન પર વિચાર નહોતો કર્યો. કોહલીએ આગળ કહ્યું કે, અમે અમુક બાબતોમાં સારું પ્રદર્શન કર્યું અને આ વાતની શીખ લઈને આગળની મેચમાં ઉતરશું. કોહલીએ વિરોધી ટીમની પ્રશંસા કરતા કહ્યું, ઓસ્ટ્રેલિયા અમારા કરતા સારી ક્રિકેટ રમ્યુ અને તે જીવવા માટે લાયક હતું.
ઓસ્ટ્રેલિયાના પ્રદર્શનની કરી પ્રશંસા

ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે જો ટાર્ગેટ 30-40 રન ઓછો હોત તો સારું રહેતું. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ટીમે સારું પ્રદર્શન કર્યું અને બોર્ડ પર મોટો સ્કોર ઊભો કર્યો. કોહલીએ પોતાના બોલર્સના પ્રદર્શનથી પણ ખુશ જણાયો હતો. તેણે કહ્યું, અમારા બોલર્સે જે રીતે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ખાસ કરીને બીજી ઈનિંગમાં અમારા બોલર્સોએ સારું પ્રદર્શન કર્યું.
જાડેજાને મળવી જોઈતી હતી તક?

કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પિચ જાડેજાને તક આપવી જોઈતી હતી કે નહીં? તેના પર કોહલીએ કહ્યું કે પિજ જોયા બાદ એવું નહોતું લાગી રહ્યું. કોહલીએ કહ્યું, જ્યારે અમે પહેલીવાર પિચ જોઈ તો અમને લાગ્યું કે ઝડપી બોલર્સ પૂરતા રહેશે. પરંતુ લાયને આ વિકેટ પર સારું પ્રદર્શન કર્યું હતું.
ભુવીના સ્થાને ઉમેશને કેમ સિલેક્ટ કર્યો?

ટીમમાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઉમેશ યાદવને પ્રાથમિકતા આપવા પર વાત કરતા વિરાટે કહ્યું, ભુવીએ હાલમાં વધારે ટેસ્ટ મેચો નથી રમી. ઉમેશ યાદવે પોતાની પાછલી ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી હવે અને તે સારી લયમાં દેખાઈ રહ્યો હતો. જો અશ્વિન ફિટ હોત તો તેના નામ પર વિચાર કરી શક્યો હોત.
આગામી મેચમાં સ્પિનર્સને મળશે તક?

ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને 6 વિકેટો ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથાન લાયને 8 વિકેટો ઝડપી હતી. ટેસ્ટ સીરીઝમાં સ્પીનર્સનું પ્રદર્શન જોતા અશ્વિનના ઈજાગ્રસ્ત થયા બાદ જાડેજાને સ્થાને મળવાની પ્રબળ સંભાવનાઓ ક્રિકેટપ્રેમીઓમાં હતી. જોકે અંતિમ સમયે તેને મેચમાં સ્થાન નહોતું મળ્યું. હવે જોવાનું રહેશે કે આગામી ટેસ્ટમાં કોહલી સ્પિનર્સને સ્થાન આપશે કે નહીં.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2A13nj6
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2PIyl4t
No comments:
Post a Comment