Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

INDvAUS: 2nd Test: પર્થમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 146 રનથી હરાવ્યું, સીરિઝ 1-1થી બરાબર

ભારતે બીજી ટેસ્ટ ગુમાવી

પર્થઃ ભારતીય ટીમ ટેસ્ટ મેચોની સીરિઝમાં બીજી ટેસ્ટમાં 146 રનથી હાર્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં પર્થમાં ઓપ્ટસ સ્ટેડિયમમાં આમને-સામને આવી હતી. આજે મેચનો પાંચમો દિવસ હતો અને ભારતને જીતવા માટે 175 રનની જરુર હતી જોકે, ભારતીય ટીમનો એક પણ ખેલાડી ટકી શક્યો નહીં અને પહેલા સેશનમાં ભારતની હાર થઈ ગઈ. બીજી ઈનિંગમાં મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે જીતવા માટે 287 રનની જરુર હતી. ભારત પાસે પૂરતો સમય હતો પણ કોઈ ખેલાડી ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે ટકી શક્યો નહીં.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

રિષભ પર હતો ભાર

ભારતીય ટીમમાં બીજી ઈનિંગ્સમાં સૌથી વધુ સ્કોર રિષભ પંતનો રહ્યો જેણે 61 બોલમાં 30 રન બનાવ્યા. રિષભ ક્રિઝ પર હતો ત્યાં સુધી આશા જીવંત હતી પણ સીરિઝમાં રિષભ લાયનો ચોથી વખત શિકાર બન્યા બાદ બે ખેલાડીઓ ઈશાંત શર્મા અને બુમરાહ ખાતું પણ ના ખોલાવી શક્યા. ભારતને 287 રનની જરુર હતી જેની સામે આખી ટીમ 140 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ. આ ઈનિંગ્સમાં મુરલી વિજય, પુજારા, કોહલી અને વિહારી પણ કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. લોકેશ રાહુલ આ વખતે શુન્ય રનમાં વિકેટ ગુમાવી દીધી. આમ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ 146 રનથી જીતી લીધી.

ભારતે ઓસ્ટ્રેલિયા પર બનાવ્યું હતું દબાણ

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી ભારત સામે 326 રનનો સ્કોર મૂક્યો હતો જેની સામે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 283 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, આ પછી ભારતીય બોલર્સના પ્રેશર વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 243 રનનો સ્કોર કરી શકી હતી અને ભારત પાસે આ મેચ પણ જીતવાની તક ઉભી કરી હતી. જોકે, બીજી ઈનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોના બેટ કમાલ કરી શક્યા નહીં અને આખી ટીમ 140 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ.

ઓસ્ટ્રેલિયાએ આપ્યો બાઉન્સરનો જવાબ

બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ભારતીય બોલર્સ ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ અને શમીના બાઉન્સરનો કમાલ બતાવીને ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રેશરમા રાખી હતી પણ આ બાઉન્સરનો જવાબ ઓસ્ટ્રેલિયન બોલર્સ કમિંગ્સ, મિચેલ સ્ટાર્કે આપ્યો.

સીરિઝમાં 1-1ની બરાબરી

4 મેચની સીરિઝમાં પ્રથમ એડિલેડ ટેસ્ટ ભારતના ખાતામાં રહી જ્યારે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીત્યા બાદ બન્ને ટીમો સીરિઝમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. હવે આગામી સમયમાં ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પહેલી ટેસ્ટમાં ઘાયલ થયેલી આર અશ્ચિન અને રોહિત શર્મા બીજી ટેસ્ટમાં નહોતા જેની અસર પણ ભારતીય ટીમ પર જોવા મળી. તો ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્રા જાડેજાને ચાન્સ મળી શકે છે.

 



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2S9iwWr


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2UZvGYa

No comments:

Post a Comment

Post Top Ad

Pages