Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

ઓસ્ટ્રેલિયન ટૂરમાંથી પૃથ્વી શૉ બહાર, આ ખેલાડીને મળ્યું સ્થાન

ટીમમાંથી બહાર થયો પૃથ્વી શૉ

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ પગની ઘૂંટીમાં ઈજાના કારણે ઓસ્ટ્રેલિયન ટૂરમાંથી બહાર થયો છે. જેની જગ્યાએ પસંદગી સમિતિએ કર્ણાટકના યુવા બેટ્સમેન મયંક અગ્રવાલને ટીમમાં જગ્યા મળી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પૃથ્વી શૉ ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ સુધીમાં ફિટ થઈ જશે. જોકે, પછીથી પૃથ્વીની જગ્યાએ મયંકને ટીમમાં તક આપી હતી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

મયંક અગ્રવાલને સ્થાન

19 વર્ષનો શૉ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ પહેલા સિડનીમાં રમાયેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલો શૉ કેચ પકડવા માટે કૂદ્યો ત્યારે તેની પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પહેલા 27 વર્ષના મયંક અગ્રવાલને વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝમાં તક મળી હતી. જોકે, તેને ઈન્ટરનેશનલ કરિયરમાં ડેબ્યૂની તક મળી નહોતી.

હાર્દિક પંડ્યાને પણ મળી તક

વાત કરવામાં આવે મયંકની તો લાંબા સમયથી સ્થાનિક ક્રિકેટમાં ઉત્તમ પર્ફોર્મન્સ કરી રહેલા આ બેટ્સમેને ફરી એકવાર નેશનલ ટેસ્ટ ટીમે તક આપી છે અને આશા છે કે તેને રમવા મળશે. મયંક અગ્રવાલ આ વર્ષે ભારત-A માટે પણ રન બનાવવાનાં મામલે ટોપ પર રહ્યો છે. તેનું ઉત્તમ પર્ફોર્મન્સ હોવા છતાં તેને ભારતની ટીમમાં પોતાને સાબિત કરવાની તક મળતી નહોતી. મયંક ઉપરાંત હાર્દિક પંડ્યાને પણ તક અપાઈ છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2A3oYYh


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2PIxEIp

No comments:

Post a Comment

Post Top Ad

Pages