દિશાનું પત્તુ કપાયું

મુંબઈઃ ફિલ્મ ‘કેદારનાથ’થી બોલીવૂડમાં એન્ટ્રી લેનારી સારા અલી ખાનને અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે. ફિલ્મ ‘કેદારનાથ’ બાદ ફિલ્મ સિમ્બામાં રણવીરસિંહ સાથે જોવા મળશે. રિપોર્ટ અનુસાર સારાને વધુ એક સારા પ્રોજેક્ટમાં કામ કરવાનો ચાન્સ છે. સારા ‘બાગી 3’ માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળે એવી શક્યતા છે. સાજિદ નાડિયાવાલાના બેનર નીચે તૈયાર થનારી ફિલ્મ બાગીના ત્રીજા ભાગમાં સારા ટાઈગર સાથે રોમાંસ કરતી જોવા મળી શકે છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
બાગી 2માં દિશા જોવા મળી હતી

ફિલ્મ ‘બાગી 2’માં દિશા લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મ ‘બાગી 3’ને લઈને તૈયારીઓ થઈ રહી છે. સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 44.59 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આગામી સમયમાં આ ફિલ્મ 50 કરોડ રૂપિયાનો વકરો કરી શકે એમ છે. બાગી ફિલ્મની સિકવન્સ ઉપરાંત તે કાર્તિક આર્યન સાથે જોવા મળી શકે એમ છે. આ ફિલ્મને ઈમ્તિયાઝ અલી ડાયરેક્ટ કરી રહ્યા છે. પ્રથમ વખત કાર્તિક ઈમ્તિયાઝ અલી સાથે કામ કરશે. જોકે, રિપોર્ટ પ્રમાણે હાલમાં સારાએ આ પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે.
ફિલ્મના નામ પર સસ્પેન્સ

રિપોર્ટ અનુસાર ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. કરણ જોહરના ચેટ શો દરમિયાન સારાએ સ્પષ્ટતા કરી હતી કે, તે ‘સોનું કે ટીટુ કી સ્વિટી’માં કાર્તિક આર્યન સાથે કામ કરવા માગતી હતી. ફિલ્મ ‘બાગી 3’ પ્રથમ પાર્ટની જેમ એક્શનથી ભરપૂર હશે. હાલમાં સાજિદ નાડિયાવાલા આ ફિલ્મને લઈને કોઈ હોલીવૂડ એક્શન ડાયરેક્ટરને હાયર કરે એવી વિચારણા થઈ રહી છે.
100 કરોડ ક્લબમાં બાગી
આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ બાગી 2એ કુલ 150 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ટાઈગર શ્રોફ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં પણ જોવા મળશે. જેમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે લીડ રોલમાં હશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2SMWl8o
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2BncgDA
No comments:
Post a Comment