Breaking

Post Top Ad

Monday, December 31, 2018

કબ્રસ્તાનમાં ઊંઘીને તો ક્યાંક બ્રેડ ફેંકીને મનાવાય છે ન્યૂ યર, આ દેશોમાં છે વિચિત્ર પરંપરા

નવું વર્ષ મનાવવાની અજીબ પરંપરા

નવા વર્ષનું સ્વાગત કરવા પાર્ટી કરવી કે નવો સંકલ્પ કરવો સામાન્ય વાત છે, મોટાભાગના લોકો આમ કરે જ છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે દુનિયાભરમાં કેટલાક દેશોમાં ન્યૂ યરનું સ્વાગત અજીબ અને વિચિત્ર પરંપરાઓથી થાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

પ્લેટ તોડવી

ડેનમાર્કમાં લોકો 31 ડિસેમ્બર સુધી ખરાબ અને વપરાયેલી ન હોય તેવી પ્લેટ્સ સંભાળીને રાખે છે અને ન્યૂ યર ઈવ પર ફ્રેંડ્સ અને ફેમિલી સાથે મળીને આ પ્લેટ્સને દરવાજા અને દિવાલ પર ફેંકીને તોડે છે.

દ્રાક્ષ ખાવાની પરંપરા

સ્પેનમાં ન્યૂ યર પર દ્રાક્ષ ખાવાની પ્રથા છે. આ રિવાજ મુજબ એક સાથે 12 દ્રાક્ષ ખાવાની હોય છે. જે લોકો આમ કરી શકે તેમના માટે નવું વર્ષ ભાગ્યશાળી નીવડશે તેવું માનવામાં આવે છે.

મની

ફિલીપિન્સમાં ન્યૂ યરનું સેલિબ્રેશન નાણાંની આસપાસ ફરે છે. લોકો માને છે કે આ દિવસે દરેક વસ્તુ ગોળાકાર હોવી જોઈએ જે સિક્કા દર્શાવે. આમ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે તેમ માનવામાં આવે છે. કપડાંથી લઈને નાણાં સુધી બધું જ ગોળ હોય છે.

મંદિરમાં ઘંટ વગાડવો

જાપાનમાં નવા વર્ષે મંદિરનો ઘંટ 108 વખત વગાડવાની પરંપરા છે. જેને 108 પ્રકારની ચિંતાઓ પૂરી થવાની અને નવા વર્ષની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે.

આઈસક્રીમ ફેંકવો

ભૂલથી આઈસ્ક્રીમ પડી જાય તો આપણને કેટલું દુઃખ થાય છે. પરંતુ સ્વિત્ઝરલેન્ડમાં જાણી જોઈને આઈસ્ક્રીમ ફેંકી દેવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે ન્યૂ યર પર આઈસક્રીમ નીચે પાડવાથી જીવનમાં ગુડ લક અને સમૃદ્ધિ વધે છે.

પાર્ટી અને ફીસ્ટિંગ

ફ્રાંસમાં નવા વર્ષના સ્વાગતમાં પેનકેક, foie gras રાંધીને ખાવામાં આવે છે સાથે જ શેમ્પેન પીવાની પરંપરા છે. લોકોને ભોજન માટે આમંત્રણ પણ આપવામાં આવે છે.

રંગીન અંડરવેર પહેરવાની પ્રથા

સાઉથ અમેરિકાના દેશોમાં નવા વર્ષે રંગીન અંડરવેર પહેરવાની પ્રથા છે. અહીંના લોકોનું માનવું છે કે આના પરથી આવનારું વર્ષ કેવું હશે તે નક્કી કરી શકાય છે. જેમકે કોઈ વ્યક્તિ પ્રેમની શોધમાં હોય તો તે લાલ રંગનો અંડરવેર પહેરે છે. શાંતિ માટે સફેદ રંગનો અને ધન-સંપત્તિ માટે ગોલ્ડન રંગનો અંડરવેર પહેરવાનો રિવાજ છે.

ચાડિયો બનાવવો

એક્વડોરમાં ન્યૂ યરની પૂર્વ સંધ્યાએ કાગળ પર વિતેલા વર્ષની ખરાબ બાબતો લખવામાં આવે છે અને ચાડિયમાં ખરાબ વાતો લખેલા કાગળ ભરી સળગાવી દેવાય છે. લોકો ગયા વર્ષની ખરાબ તસવીરોને પણ સળગાવી દે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી નસીબ જાગે છે અને ખરાબ યાદો હંમેશા માટે ભૂલાઈ જાય છે.

કબ્રસ્તાનમાં ઊંઘવાનો રિવાજ

ચિલીમાં લોકો નવા વર્ષની રાત્રે કબ્રસ્તાનમાં ઊંઘે છે. તેમનું માનવું છે કે કબ્રસ્તાનમાં ઊંઘવાથી જે લોકો આ દુનિયામાં નથી રહ્યા તેમની સાથે સમય વિતાવી શકાય છે. આમ કરવાથી ગુજરી ગયેલા લોકોની આત્માને શાંતિ મળે છે.

બ્રેડ ફેંકવી

આયરલેન્ડના લોકો ન્યૂ યરના દિવસે દિવાલ પર બ્રેડ ફેંકે છે. આઈરિશ લોકો માને છે કે આમ કરવાથી ખરાબ આત્માઓ અને કમનસીબીથી છૂટકારો મળે છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2EVMMAw


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2RmfTnk

No comments:

Post a Comment

Post Top Ad

Pages