Breaking

Post Top Ad

Monday, December 31, 2018

તમે ‘મારિયો’ને તો ઓળખતાં હશો પણ તેના અન્ય કેરેક્ટરના નામ ખબર છે?

સુપર મારિયોનો ક્રેઝ

90નાં દશકમાં જન્મેલા દરેક વ્યક્તિને ‘મારિયો’ ગેમ સારી રીતે યાદ હશે. અનેક લોકોનું બાળપણ આ સુપર ગેમે યાદગાર બનાવ્યું છે. આ સુપર વીડિયો ગેમ 1985માં 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તે અનેક વર્ઝનમાં આવી ચૂકી છે. આવો જાણીએ મારિયો વિશેની કેટલીક રસપ્રદ વાતો…

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જાપાનમાં ફર્સ્ટ રીલિઝ

આ ગેમની ડિઝાઈન શિગેરુ મિયામોતોએ કરી હતી. જેને નિન્ટેડોએ પબ્લિશ કરી હતી. આ ગેમને સૌથી પહેલા જાપાનમાં રીલિઝ કરવામાં આવી હતી. આ ગેમ આઠ ભાગમાં વહેંચાયેલી હતી. જેમાં દરેકના ચાર સબ લેવલ હતાં.

‘ગેમ ઓફ હોલ’માં સમાવેશ

1983ના આર્થિક સંકટ પછી આ ગેમની મદદથી સમગ્ર ગેમિંગ ઈન્ડસ્ટ્રીને મંદીના ભરડામાંથી બહાર આવવામાં મદદ મળી હતી. સ્પેનમાં એક રસ્તાનું નામ આ ગેમ પરથી રાખવામાં આવ્યું છે. 2015માં આ ગેમનો વર્લ્ડ વીડિયો ‘ગેમ ઓફ હોલ’માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ગેમમાં હતો મારિયોનો કેમિયો

સૌથી પહેલા મારિયો ડોન્કી કોંગ નામની ગેમમાં જોવા મળ્યો હતો. જેમાં તેનો કેમિયો રોલ હતો. આ પછી કેરેક્ટરને લઈને સમગ્ર ગેમ બનાવવામાં આવી હતી. ડોન્કી કોંગ 9 જુલાઈ 1981ના રોજ રીલિઝ થઈ હતી. જેમાં પહેલીવાર મારિયો જોવા મળ્યો હતો.

જાણો, અન્ય કેરેક્ટર્સના નામ

મારિયોને બધાં જ ઓળખે છે પરંતુ આ સિવાય પણ ગેમમાં અનેક કેરેક્ટર્સના નામ છે. જેમ કે બતકનું નામ ‘યોશી’ છે. તો ડબલ પ્લેયરમાં જ્યારે ગેમ રમવામાં આવે છે તો મારિયોના ભાઈનું નામ ‘લુગી’ છે. જ્યારે મારિયોમાં આવતાં મશરુમનું નામ ‘ગુમ્બા’ છે. જ્યારે સ્ટેજ જીતવા માટે પાર કરાતા ડ્રેગનનું નામ Bowser છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2BNksNw


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2GXEmuS

No comments:

Post a Comment

Post Top Ad

Pages