Breaking

Post Top Ad

Monday, December 31, 2018

પાકિસ્તાનના આ ફોટો જોઈને તમારું ત્યાં ફરવા જવાનું મન થઈ જશે

કળશ વેલી

પાકિસ્તાનમાં ઘણીબઘી રમણીય જગ્યાઓ આવેલી છે અને ત્યાંના લોકો પણ એવું ઈચ્છે છે કે ટૂરિસ્ટ્સ અહીં આવે અને તે સ્થળોની વિશેષતાઓ વિશે ચર્ચાઓ થઈ શકે. પાકિસ્તાનમાં એવી પણ કેટલીક સુંદર જગ્યાઓ છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

કલામ વેલી

કોઈ ટૂરિસ્ટના સપના જેવી છે આ કલામ વેલી, આ જગ્યા નદીઓ અને જંગલોની વચ્ચે આવેલી છે. આ જગ્યા સ્વાત વેલી પાસે આવેલી છે કે જે અંદાજિત 6600 ફૂટની ઊંચાઈએ આવેલી છે.

કારાકોરમ હાઈવે

રોડ ટ્રાવેલિંગના શોખીનો માટે ખાસ છે કારાકોરમ હાઈવે, આ રોડને નેશનલ હાઈવે 35ના નામે ઓળખવામાં આવે છે. અહીં ડ્રાઈવિંગ કરતી વખતે તમને આસપાસ પર્વતો, નદીઓ જોવા મળશે.

હુન્ઝા વેલી

આ જગ્યા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બોર્ડર પર આવેલી છે. અહીં સૂર્યાસ્ત જોવાનો એક અનેરો આનંદ છે, આ જગ્યાને સૌથી રમણીય જગ્યા તરીકે ઓળખવામાં આવે છે.

સૈફુલ મલુક લેક

આ એક સુંદર તળાવ છે અને અહીં ખાસ્સી સંખ્યામાં પર્યટકો આવે છે. જો ઠંડીમાં પર્વતોની મુલાકાત લેવી ના હોય તો અહીં આ તળાવની મુલાકાત લઈ શકો છો.

ઘાંચે

જે લોકોને ધોધ જોવાનો શોખીન હોય તેવા લોકો માટે આ જગ્યા સારી છે, આ જગ્યા ઊંચાઈ પર આવેલી છે. સાથે જ પાસે પર્વતો અને તળાવ આવેલા છે.

અયુન વેલી

પુષ્કળ પહાડોની વચ્ચે આવેલી છે આ જગ્યા, અહીં લોકો આરામ કરવા માટે આવે છે. આ સ્વિત્ઝરલેન્ડ જેવી જગ્યા છે.

સિરિ પાયે

કોઈ ફિલ્મના શૂટિંગ જેવું સ્થળ છે આ સિરિ પાયે, જો કોઈને જંગલ, પ્રકૃતિ પસંદ હોય તેમના માટે આ જગ્યાની મુલાકાત લેવી જ રહી.

દેઓસાઈ નેશનલ પાર્ક

આ જગ્યા હિમાલય અને કારાકોરમના પહાડોની વચ્ચે આવેલી છે. જંગલી પ્રેમીઓ માટે આ જગ્યા કોઈ એડવેન્ચરથી ઓછી નથી. આ ખૂબ જ વિશાળ જગ્યા છે. અને ખૂબ જ ઊંચાઈ પર આવેલી છે.

ગોજાલ વેલી

આ જગ્યા નોર્થ પાકિસ્તાનમાં આવેલી છે, અને પાકિસ્તાન-ચાઈનાની બોર્ડર સુધી ફેલાયેલી છે. આ એક સુંદર જગ્યા છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2BMGorW


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2Rt5Igw

No comments:

Post a Comment

Post Top Ad

Pages