Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

આવતા વર્ષે લૉન્ચ થવાની છે આ શાનદાર સ્પોર્ટ્સ કાર, જાણો ફિચર્સ અને કિંમત

ભારતમાં લૉન્ચ થવાની છે સ્પોર્ટ્સ કાર

શાનદાર લુક્સ અને દમદાર રફ્તારને કારણે સ્પોર્ટ્સ કાર દરેકને આકર્ષે છે. સ્પોર્ટ્સ કાર નિર્માતા કંપનીઓ કારપ્રેમીઓના આકર્ષણને જાળવી રાખવા માટે એકથી એક ચડિયાતી કાર લાવી રહી છે. આગામી વર્ષે ભારતના માર્કેટમાં કેટલીક અવનવી સ્પોર્ટ્સ કાર લૉન્ચ થવાની છે. આવી જ સ્પોર્ટ્સ કારની યાદી
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

Audi TT Facelift


આગામી વર્ષે ઓડીની એક નવી સ્પોર્ટ્સ કાર માર્કેટમાં આવી રહી છે. ફેસલિફ્ટમાં સિંગલ ફ્રેમ ગ્રિલ, મોટા સાઈડ એર ઈનલેટ્સ, વધુ ફિચર્સ અને વધુ શક્તિશાળી એન્જિન આ કારમાં મળશે. આ સ્પોર્ટ્સ કારમાં 2.0 લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કારની કિંમત 68 લાખ રૂપિયા છે.

​Aston Martin DBS Superleggera


એસ્ટન માર્ટિનની એકદમ પાવરફૂલ અને સ્પિડ ધરાવતી કાર આગામી વર્ષે જૂન સુધીમાં લૉન્ચ થવાની છે. જેમાં 5.2 લિટર V12 એન્જિન આપવામાં આવ્યું છે. જે 725hpનો પાવર જનરેટ કરે છે. આ સ્પોર્ટ્સ કાર માત્ર 3.4 સેકન્ડમાં 0-100ની સ્પિડ પર દોડી શકે છે. જેની કિંમત 6 કરોડ રૂપિયા હોઈ શકે છે.

Ferrari 488 Pista


ફરારીની આ શાનદાર કારનું કૂપે અને સ્પાઈડર વર્ઝન આગામી વર્ષે ભારતમાં લૉન્ચ થશે. આ સ્પોર્ટ્સ કારના બંને વર્ઝનમાં 3.9 લિટર, ટ્વિન ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. જે 721 hp પાવર જનરેટ કરે છે, આ સ્પોર્ટ્સ કારના બંને મોડેલની કિંમત 5થી 6 કરોડ રૂપિયા રહેશે.

Mercedes-AMG GT 4-Door Coupe


મર્સિડિઝ કંપનીની કૂપ કાર આગામી ડિસેમ્બર સુધીમાં લ઼ૉન્ચ થશે. આ કારમાં બે એન્જિન આપવામાં આવેલા છે. જેમાંથી એક 3.0 લિટર, ઈન લાઈટ 6 સિલિંડર એન્જિન હશે જ્યારે બીજા મોડેલમાં 4.0 લિટર V8 ઈન લાઈન એન્જિન આપવામાં આવ્યું છે. જેનિ કિંમત 1.4 થી 1.8 કરોડ રૂપિયા રહેશે.

​BMW 8 Series


આ લક્ઝરી સ્પોર્ટ્સ કાર ભારતમાં આગામી વર્ષના અંત સમય સુધીમાં લૉન્ચ થશે. જેમાં 4.4 લિટર પેટ્રોલ અને 3.0 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ આપવામાં આવે એવી શક્યતા છે. જેની કિંમત 1.2થી 1.4 કરોડ સુધી હોઈ શકે છે.

​Ford Mustang Facelift


આગામી મહિને આ સ્પોર્ટ્સ કાર લોન્ચ થઈ શકે છે. જેમાં સૌથી વધુ પાવરફૂલ 5.0 લિટર એન્જિન આપવામાં આવ્યું છે. 6 સ્પિડના બદલે 10 સ્પિડનું ઓટોમેટિક ટ્રાંસમિશન મળશે. આ સ્પોર્ટ્સ કારની કિંમત 80 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2PLlxdw

No comments:

Post a Comment

Post Top Ad

Pages