Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

આ કંપની લાવી રહી છે 12GB રેમવાળો સ્માર્ટફોન

12GBવાળો સ્માર્ટફોન લાવી રહી છે લિનોવો


નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન કંપની Lenovo ટૂંક સમયમાં એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે જેમાં 12GB રેમ આપવામાં આવશે. લીક થયેલી જાણકારી અનુસાર આ ફોનનું નામ Lenovo Z5s Ferrari SuperFast Edition હશે. આ ઉપરાંત ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવાની વાત પણ કહેવાઈ રહી છે.

દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન બનશે


રિપોર્ટ્સ અનુસાર, huawei P20 Proની જેમ આમાં પણ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. સાથે જ આને ડ્યૂઅલ કલર પેટર્નમાં રજૂ કરી શકાય છે. હાલમાં જ સ્લેશલીક્સએ એક તસવીર શેર કરી છે જેમાં ફોનના કેટલાક ફીચર્સ વિશે જાણવા મળ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ છે કે, ફોનમાં 12GB મેમરી આપવામાં આવશે. જો સાચેમાં એવું થશે તો આ અત્યાર સુધીનો સૌથી વધુ રેમવાળો ફોન બની જશે.

વનપ્લસના મેક્લારેનને ટક્કર આપશે


જણાવી દઈએ કે, તાજેતરમાં જ વનપ્લસે પોતાનું મેક્લારેન એડિશન લૉન્ચ કર્યું હતું જેમાં 10GB રેમ આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો પ્રથમ એવો સ્માર્ટફોન છે જેમાં આટલી વધુ રેમ છે. લીક અનુસાર, લિનોવોનું આ સુપરફાસ્ટ એડિશન ZUI 10.5 બેઝ્ડ એન્ડ્રોયડ 9.0 પાઈ પર રન કરશે. જોકે, કંપનીએ હજુ તેની કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી.

18 ડિસેમ્બરે થશે લૉન્ચ


ઉલ્લેખનીય છે કે, કંપની 18 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન Z5s લૉન્ચ કરવાની છે. તાજેતરમાં જ લિનોવોના વાઈસ પ્રેસિડેન્ટ ચેંગ ચેંગે આનો સિમ્પલ કેમેરા પણ પોસ્ટ કર્યો હતો. આ તમામ તસવીરો પર વૉટરમાર્ક છે જેનાથી સ્માર્ટફોનમાં AI મોડ હોવાની જાણ થાય છે. અગાઉ આવેલા ટીઝરમાં ફોનમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર અને એન્ડ્રોયડ પાઈ હોવાનો ખુલાસો થયો હતો. ટીના લિસ્ટિંગ અનુસાર, લિનોવો Z5sમાં 6.3 વૉટરડ્રૉપ નૉચ ડિસ્પ્લે હોઈ શકે છે. હેન્ડસેટનું ડાયમેન્શન 156.7×74.5×7.8 મિલીમીટર લિસ્ટ કરવામાં આવ્યું.




from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2UUbeYo

No comments:

Post a Comment

Post Top Ad

Pages