Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

આ દિગ્ગજ એક્ટરે કોહલીને સૌથી ઉછાંછળો ક્રિકેટર કહ્યો, ફેન્સ ભડક્યાં

મેદાન પર એગ્રેસિવ અંદાજને લીધે જાણીતો છે વિરાટ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ જ્યારે પણ મેદાન પર ઉતરે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામ કરે છે. પોતાના અંદાજને કારણે તેણે આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ અને ધાક ઊભા કર્યા છે. જોકે, આ ઉપરાંત કોહલી જે એક કારણને લીધે અવારનવાર ચર્ચામાં રહે છે તે છે તેનો એગ્રેસિવ નેચર. કોહલી મેચ દરમિયાન અલગ પ્રકારના જોશમાં દેખાય છે, તેના આ અંદાજના પ્રશંસક અને આલોચક બંને છે. અત્યારે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં કોહલી બેટ વડે ધમાલ કરવાની સાથે સાથે વિરોધી ટીમ સાથે જીભાજોડી પણ કરી રહ્યો છે. પર્થ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં તેણે કાંગારુ કેપ્ટન ટિમ પેઈન બોલાચાલી થઈ હતી. આ અગાઉ પ્રથમ ટેસ્ટમાં પણ તે મેદાન પર વિચિત્ર અંદાજમાં ડાન્સ કરતો દેખાયો હતો.

નસીરુદ્દીન શાહને પસંદ નથી વિરાટનો સ્વભાવ

બોલિવૂડના સુપરસ્ટાર નસીરુદ્દીન શાહને કોહલીનો આ સ્વભાવ બિલકુલ પસંદ આવી રહ્યો નથી, જેના કારણે તેમણે કોહલીને ટાર્ગેટ કરી ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે. બીજી તરફ તેમની આ પોસ્ટના જવાબમાં કોહલીના સમર્થકોએ તેમના પર ગુસ્સો ઠાલવ્યો.

ફેસબુક શાહે લખી આવી પોસ્ટ

Virat K is not only the worlds best batsman but also the worlds worst behaved player. His cricketing brilliance pales…

Naseeruddin Shah द्वारा इस दिन पोस्ट की गई रविवार, 16 दिसंबर 2018

અસલમાં પોતાની ફેસબુક પોસ્ટમાં શાહે કોહલીને ઘેરતા લખ્યું કે, એ વાતમાં કોઈ શંકા નથી કે, વિરાટ દુનિયાનો સૌથી શાનદાર બેટ્સમેન છે પણ આની સાથે-સાથે તે દુનિયાનો સૌથી ઉછાંછળો અને ખરાબ વર્તન કરનારો ખેલાડી પણ છે. તેનો આ સ્વભાવ તેની પ્રતિભા પર ભારે પડે છે. શાહે વધુ એક કટાક્ષ કરતા કહ્યું કે, જોકે, મારી દેશ છોડીને જવાની કોઈ ઈચ્છા નથી. જણાવી દઈએ કે, તાજેતરમાં જ કોહલીએ એક ફેન્સને કહ્યું હતું કે, તને ભારતીય ખેલાડીઓ પસંદ ન હોય તો દેશ છોડીને જઈ શકે છે.

વિરાટના ફેન્સ નસીર પર ભડક્યાં

નસીરની આ પોસ્ટ પર ઘણા ક્રિકેટ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરતા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના વ્યવહાર પર પણ નજર રાખવાની સલાહ આપી. ઘણા યૂઝર્સે લખ્યું કે, અગાઉ પોન્ટિંગ અને અન્ય કાંગારુ ખેલાડીઓએ ભારતીય પ્લેયર સાથે કરેલા વર્તનને પણ જોવું જોઈએ. લોકોએ કહ્યું કે, તમે એક સારા કલાકાર છો પણ તમારી આ વાત સાથે અમે અસહમત છીએ.

પર્થમાં પરાજયની નજીક ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, મેદાન પર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓનો આક્રમક અભિગમ કોઈનાથી છૂપો નથી. બીજી તરફ વિરાટ કોહલી પણ મેદાન પર આવા જ અંદાજમાં દેખાય છે, જેને કારણે ઘણીવાર તે વિરોધીઓ સાથે ઝઘડી પડે છે. બીજી ટેસ્ટના ચોથા દિવસે પણ આવા નજારા જોવા મળ્યા. જણાવી દઈએ કે, ભારતે પર્થ ટેસ્ટ જીતવા માટે 287 રન બનાવવાના છે અને તેની 112 રનમાં પાંચ વિકેટ પડી ગઈ છે. હાલમાં ભારત 1-0થી સીરીઝમાં આગળ છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2A1OYmK


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2POwZp6

No comments:

Post a Comment

Post Top Ad

Pages