Breaking

Post Top Ad

Tuesday, January 1, 2019

રુપાણી સરકારનો આદેશ, સ્કૂલોમાં યસ સરને બદલે જય હિંદ બોલે વિદ્યાર્થીઓ

અમદાવાદ: ગુજરાત સરકારે તમામ શાળઆઓને જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીથી સ્કૂલમાં હાજરી ભરાય ત્યારે બાળકો યસ સરને બદલે જય હિંદ કે જય ભારત બોલે. રાજસ્થાનના એક શિક્ષકમાંથી સરકારે આ પ્રેરણા લીધી છે, જેનું હાલમાં જ ABVP દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, અને પ્રાથમિક શિક્ષણના ડિરેક્ટર દ્વારા આ અંગે આદેશ પણ બહાર પડાયો છે. જેમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓમાં નાનપણથી જ દેશદાઝની ભાવના વિકસે તે હેતુથી દરેક સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હાજરી પૂરાવતી વખતે પ્રેસન્ટ સર કે યસ સરને બદલે જય હિંદ કે જય ભારત બોલે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ઝાલોરમાં ઈતિહાસ ભણાવતા શિક્ષક સંદીપ જોષીમાંથી સરકારે આ અંગે પ્રેરણા લીધી છે. જોષીનું હાલમાં જ એબીવીપી દ્વારા યશવંતરાવ કેલકર યુથ અવોર્ડ દ્વારા સમ્માન કરાયું હતું.

આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આવા સારા કાર્યમાંથી પ્રેરણા લેવામાં કશુંય ખોટું નથી. ગુજરાતમાં વર્ષો પહેલા વિદ્યાર્થીઓ જય હિંદ જ બોલતા હતા, પરંતુ થોડા સમયથી તેનું પ્રમાણ ઘટ્યું હતું, અને તાજેતરમાં તો તે ભૂલાઈ જ ગયું છે.

જોકે, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર શિક્ષણ વ્યવસ્થાને તહેસનહેસ કરી રહી છે. 1995માં ગુજરાત સાક્ષરતાની દ્રષ્ટિએ દેશમાં 9મા ક્રમાંકે હતું, જે હાલ 21મા ક્રમે ધકેલાઈ ગયું છે. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યું છે તે માત્ર નૌટંકી છે. એક તરફ શિક્ષકોની કમી છે ત્યારે પોતાની નિષ્ફળતા છૂપાવવા સરકાર આ નૌટંકી કરી રહી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VmMqIX


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2F0c94a

No comments:

Post a Comment

Post Top Ad

Pages