Breaking

Post Top Ad

Tuesday, January 1, 2019

RCom-જિયોના એસેટ વેચાણની વેલિડિટી લંબાવાઈ

67332154

નવી દિલ્હી: અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને મુકેશ અંબાણી જૂથની રિલાયન્સ જિયોએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમણે આરકોમની વાયરલેસ એસેટ્સ વેચવા અંગે કરેલા કરારની શરતો 28 જૂન સુધી લંબાવી છે. ટેલિકોમ વિભાગ તરફથી એસેટ્સ વેચવા માટે લીલી ઝંડી મળી ન હોવાથી આ નિર્ણય લેવાયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક્સ્ચેન્જને સોમવારે માહિતી આપતાં કહ્યું હતું કે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને તેની એફિલિયેટ્સની ચોક્કસ એસેટ્સ હસ્તગત કરવા માટેના કરારની શરતો 28 જૂન 2019 સુધી લંબાવી છે.”

કંપનીએ કહ્યું હતું કે સરકાર અને જરૂરી રેગ્યુલેટરીની મંજૂરી, તમામ ધિરાણદારોની મંજૂરી, આરકોમની જે એસેટ્સ ખરીદવાની છે તેના પરનો સંપૂર્ણ બોજો દૂર થાય પછી જ અને અન્ય શરતોને આધીન જ આ એક્વિઝિશન કરવા માટેના કરાર છે. આરકોમે આ અંગે કહ્યું હતું કે કરાર લંબાવવા માટે બન્ને કંપની વચ્ચે 28 ડિસેમ્બરે કરાર થયા છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ખાસ્સા સમયથી ટેલિકોમ વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ માગી રહી છે, જેથી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય અને તેને આધારે આગળ એસેટ્સ વેચવાનો નિર્ણય કરી શકાય.

₹17,000 કરોડના કરારમાં ચાર વાયરલેસ એસેટ્સનો સમાવેશ થાય છે. પરંતુ સ્પેક્ટ્રમનું વેચાણ એ આ સોદામાં કેન્દ્રસ્થાને હતું જેના દ્વારા જિયો તેના 4G એરવેવ્ઝ હોલ્ડિંગમાં વધારો કરી શકશે અને આરકોમને તેના ₹46,000 કરોડના દેવાની ચુકવણીમાં મદદ મળશે. આ ઉપરાંત તે સ્વિડનની એરિક્શન જેવી ઓપરેશનલ ક્રેડિટર્સને પણ નાણાં ચૂકવી શકશે. આરકોમે ₹5,000 કરોડમાં જિયોને ફાઇબર અને નોડ્સનું વેચાણ કર્યું છે.

હિલચાલથી વાકેફ એક સૂત્રે કહ્યું કે, “આ જાહેરાતના કારણે અમારી મંત્રણા તૂટી ગઈ છે એવી તમામ અફવા ખતમ થઈ જશે.” આરકોમે જિયોને વાયરલેસ એસેટ સેલની જાહેરાત 28 ડિસેમ્બર 2017ના રોજ કરી હતી. બે સપ્તાહ અગાઉ ટેલિકોમ વિભાગે જિયોને સ્પેક્ટ્રમ વેચવાની આરકોમની ડીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમાં એરવેવ્ઝના ટ્રેડિંગ રુલ્સનું પાલન થતું નથી. ડોટના આ વલણના કારણે સોદો વિવાદમાં અટવાયો હતો.

ડોટનો નિર્ણય જિયોના પત્ર બાદ લેવાયો હતો જેમાં જિયોએ સરકાર પાસે ખાતરી માંગી હતી કે આરકોમના જૂના દેવા માટે તેને જવાબદાર ગણવામાં નહીં આવે. પોતાના પત્રમાં જિયોએ જણાવ્યું હતું કે આરકોમે ચોક્કસ શરતોનું પાલન કર્યું છે એવું તે સ્પષ્ટ કરે પછી જ ટેલિકોમ વિભાગ (ડોટ)એ સોદાને ક્લિયરન્સ આપવું જોઈએ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2QcjIGY


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2EYIU2p

No comments:

Post a Comment

Post Top Ad

Pages