Breaking

Post Top Ad

Wednesday, May 8, 2019

15 મિનિટ ચાર્જિંગમાં 7 કલાકનું બેટરી બેકઅપ, Google Pixel 3a અને Pixel 3aXL લોંચ

ગૂગલના પિક્સલ સીરિઝના ફોન લોન્ચ

નવી દિલ્હીઃ Googleએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Pixel 3a અને Pixel 3aXL લોન્ચ કર્યા છે. ગૂગલે કેલિફોર્નિયાના માઉન્ટવ્યુમાં શરુ થયેલી એન્યુઅલ ડેવલોપર કોન્ફ્રેન્સ i/o 2019માં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. Pixel 3a અમેરિકામાં 399 ડોલરની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આગામી 15 મેથી આ ફોન ભારતમાં પણ અવેલેબલ થશે. ભારતમાં Pixel 3aની કિંમત અંદાજે 39,999 રુપિયા હશે. જ્યારે Pixel 3aXLની કિંમત રુ.44,999 રુપિયા રહેશે. Pixel 3a જસ્ટ બ્લેક, ક્લિયરલી વ્હાઈટ અને પર્પલ ઇશ આ ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં આ ફોનના જસ્ટ બ્લેક અને ક્લિયરલી વ્હાઈટ બે જ કલર વેરિયન્ટ ઉપલબ્ધ થશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

15મેથી શરુ થશે વેચાણ

ગૂગલ Pixel 3a સ્માર્ટફોન માટે 8 મેથી કંપનીના ઓનલાઈન પાર્ટનર ફ્લિપકાર્ટ પર બુકિંગ શરુ કરવામાં આવ્યું છે. જ્યેર તેની ડિલેવરી 15થી શરુ થશે. Pixel 3aમાં એડોપ્ટિવ બેટરી આપવામાં આવી છે. જે સિંગલ ચાર્જમાં 30 કલાક સુધી ચાલવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. આ સ્માર્ટફોનમાં 18w ચાર્જર આપવામાં આવ્યું છે. જે ફક્ત 15 મિનિટના ચાર્જથી ફોનની બેટરી લાઈફ 7 કલાક સુધી ચાલે છે. જ્યેર ફોનમાં કોલ સ્ક્રીનિંગનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

ફોનના ફીચર્સ

Pixel 3ની જેમ Pixel 3a સ્માર્ટફોન પણ સ્ક્રીન સાઈઝ અને બેટરી મામલે અલગ છે. Pixel 3aમાં જ્યાં 5.6 ઇંચની FHD+ gOLED ડિસ્પ્લે અને 3,000 mAhની બેટરી મળે છે. ત્યાં Pixel 3aXLમાં ઘણી મોટી સ્ક્રીન 6 ઇંચની FHD+ gOLED ડિસ્પ્લે અને 3,700 mAhની બેટરી આપવામાં આવી છે. Pixel 3a સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 670 પ્રોસેસર આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં 4 GB રેમ 64GBની સ્ટોરેજ કેપેસિટી આપવામાં આવી છે. જ્યારે પિક્સલ 3a સીરિઝમાં 12.2 મેગાપિક્સલનો ડ્યુઅલ પિક્સલ સોની IMX363 કેમેરા છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

3 વર્ષ સુધી મળશે સિક્યુરિટી અપડેટ

જો કનેક્ટિવિટી ઓપ્શનની વાત કરીએ તો Pixel 3a ફોનમાં યુએસબી ટાઈપ સી પોર્ટ, સિંગલ નેનો સિમ સપોર્ટ, 3.5mm હેડફોન, બ્લુટૂથ 5.0 અને NFC જેવા ફીચર છે. Pixel 3aમાં નાઈટ સાઈડ મોડ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં આગામી 3 વર્ષ માટે એન્ડ્રોઈડ સિક્યોરિટી અપડેટ મળતા રહેશે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2H6ZnBE


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2LvTLF5

No comments:

Post a Comment

Post Top Ad

Pages