ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે રિતિક-એશ

ઐશ્વર્યા રાય અને રિતિક રોશન બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. બંનેની જોડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી છે. બંનેએ ‘ધૂમ 2’, ‘જોધા અકબર’ અને ‘ગુજારિશ’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની કેમિસ્ટ્રીને ફેન્સે ખૂબ પસંદ કરી છે. પણ એક સમય હતો જ્યારે રિતિક ઐશ્વર્યાને સુંદર માનતો હતો, ટેલેન્ટેડ નહીં. ફિલ્મ ‘ધૂમ 2’માં પહેલીવાર આ એક્ટર્સ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ રિતિકે કબૂલ્યું હતું કે, તેણે પહેલા એશને મિસ જજ કરી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
રિતિકે સ્વીકાર્યું, ‘મેં એશને મિસ જજ કરી હતી’

રેડિફ ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, રિતિકે કહ્યું હતું કે, ‘આ મારી ભૂલ હતી, હું કહેવા માંગીશ કે, મેં એશને ખોટી જજ કરી હતી. હું પોતાના પર હસુ છું. ક્યારેક-ક્યારેય સુંદરતાની પાછળ ઘણું બધુ છૂપાઈ જતું હોય છે. હું કહેવા માગીશ કે, તે એક એવું વ્યક્તિત્વ છે જેની અંદર ઘણુ ટેલેન્ટ છે અને તે તેના ચહેરા પરથી છલકે છે.’
‘ધૂમ 2’માં પહેલીવાર સાથે કર્યું કામ

ઐશ્વર્યા પ્રત્યેનો તેનો આ અભિગમ ત્યારે બદલાયો હતો જ્યારે રિતિક ‘ધૂમ 2′ માટે રિયો ડી જાનેરોમાં શૂટિંગ કરી રહ્યો હતો. રિતિકે કહ્યું કે,’મેં ઐશ્વર્યાની અંદર એક ડેડિકેશન જોયું. તે સતત પોતાના કામ પર જ ફોકસ કરતી હતી. તેની અપ્રોચ ઑફ વર્ક કમાલની છે. ઐશ્વર્યા ખૂબ સમજી-વિચારીને એક્ટિંગ કરનારી મહિલા છે.’
શાનદાર છે બંને વચ્ચેનું બોન્ડિંગ

ઐશ્વર્યાએ પણ રિતિક અંગે કહ્યું હતું કે, તે પોતાના કો-સ્ટાર સાથે ખૂબ સારું બોન્ડિંગ શેર કરે છે. રિતિક તેનો સ્પેશિયલ કો-સ્ટાર છે. જણાવી દઈએ કે, બંનેની પ્રથમ મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે ઐશ્વર્યાને ‘મિશન કશ્મીર’ માટે અપ્રોચ કરવામાં આવી હતી પણ એશ આ ફિલ્મનો ભાગ બની શકી નહોતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2H6fZIr
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2VPiw2Z
No comments:
Post a Comment