Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

મુંબઈઃ હોસ્પિટલમાં લાગી આગ, 5ના મોત, 50 દાઝ્યા

મુંબઈ: મુંબઈના ઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થઈ ગયા છે. તો, સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનું કામ પૂરજોરમાં ચાલી રહ્યું છે.

અંધેરી સ્થિત ઈએસઆઈસી કામગાર હોસ્પિટલમાં સોમવારે અચાનક આગ લાગી ગઈ. એ પહેલા કે દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને ભાગવાની તક મળે, આગ ફેલાવા લાગી. ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ લોકોના મોત થઈ ગયા, જ્યારે 50થી વધુ ઘાયલ થઈ ગયા છે.

આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર 10 ફાયર ટેન્ડર, 16 એમ્બુલન્સ અને 1 રેસ્ક્યુ વાન પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં 46 લોકોને બચાવી લેવાયા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Epbrgx


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2PKS03J

No comments:

Post a Comment

Post Top Ad

Pages