તો પછી હવે જાતે જઈને લઈ આવવું પડશે ફૂડ પાર્સલ

અમદાવાદઃ એક તરફ ડિજિટલ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટો આવવાથી તમે પોતાના ફેવરિ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરી શકો છો તો રેસ્ટોરન્ટ માટે પણ પોતાનો ગ્રાહકવર્ગ વધ્યો છે. પરંતુ હવે આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ પાસેથી વધુ કમિશન માગવામાં આવતું હોવાનું કહીને ફેડરેશન ઓફ ગુજરાત હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન(FGHRA) દ્વારા આગામી ઉત્તરાયણથી આ પ્લેટફોર્મની સેવા બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના અંદાજીત 300 જેટલા રેસ્ટોરન્ટ્સ માલિકોએ સહયોગ આપવાનું જાહેર કર્યું છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ડિલિવરી કંપનીઓ દ્વારા કમિશન વધારાતા રેસ્ટોરન્ટ્સ – હોટેલ્સનો વિરોધ

એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી દ્વારા જણાવ્યા મુજબ તેઓ આ પેહલા કંપનીઓને રિપ્રેઝન્ટેટિવ સમક્ષ પોતાની માગણીઓ મુકશે. તેમણે કહ્યું કે, ‘પાછલા થોડા સમયમાં જ ઓનલાઇ ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી કરતી કંપનીઓએ પોતાનું કમિશન ઘણું બધું વધારી દીધું છે. વધારામાં તેઓ પોતાના ગ્રાહકોને ખુશ રાખવા માટે તેઓ જુદી જુદી ડિશઝ ઉપર ખાસ્સુ વધારે ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે. જેના કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. અમને અમદાવાદની 300 જેટલી રેસ્ટોરન્ટ્સનો સપોર્ટ મળ્યો છે.’
ગ્રાહકોને વધુ પડતા ડિસ્કાઉન્ટથી રેસ્ટોરન્ટ્સને નુકસાનનો દાવો
આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સે આ બાબતે તેમનો ટેકો જાહેર કર્યો છે. FGHRAના અંદાજ મુજબ અમદાવાદમાંથી અંદાજે 500 જેટલી રેસ્ટોરન્ટ્સ અને ઈટરી આ ઓનલાઇન ફૂડ પ્લેટફોર્મ પર રજીસ્ટર્સડ થયા છે. આ મામલે વધુ ફોડ પાડતા શહેરના એક રેસ્ટોરન્ટ્સનું કહેવું છે કે ‘ડિજિટલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અનેક વાયદા સાથે વેપારમાં આવ્યા હતા. જેમાં એક ઓછું કમિશન પણ છે. પરંતુ હવે જ્યારે આ અંગે કહેવામાં આવે છે તો કંપનીઓ એવો દાવો કરી રહી છે કે જ્યારે તે માર્કેટમાં આવે ત્યારે તેમણે ઘણી ખોટ સાથે વેપાર શરુ કર્યો હતો. જેથી હવે ઓવરહેડ ખર્ચાને ઘટાડવા અને કંપનીને ચલાવવા માટે આ કમિશનનો વધારો યોગ્ય છે.’
માગણી રજૂ કરશે જો સમહતી સધાશે તો ઠીક નહીંતર…

એસોસિએશનના જણાવ્યા મુજબ તેઓ આ સપ્તાહમાં કંપની સાથે તમામ મુદ્દા પર ચર્ચા કરશે જે બાદ જો કંપનીઓ તેમની માગણી નહીં સંતોષે તો આગામી ઉત્તરાયણના તહેવારથી જ રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ આ ફૂડ પ્લેટફોર્મ પરથી આવતા ઓર્ડરને બાયકોટ કરવાનું ચાલું કરશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2QcjIXu
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2F1MDwl
No comments:
Post a Comment